શ્રી ગુરુશક્તિ ધામ
👉🏻 પ્રકૃતિનું પોતાનું એક ચક્ર છે. અને તે ચક્ર અનુસાર સૃજન, સંગોપન (વિકાસ/પોષણ) અને સંહાર થતાં રહે છે. અને તે ચક્ર મુજબ આપણો જન્મ થાય છે, સંગોપન થાય છે, અને આપણું મૃત્યુ થાય છે.
👉🏻 મૃત્યુ સમાપ્તિ નથી. ફરી બીજા જન્મ માટે આવશ્યક છે, નવા જન્મની શરૂઆત છે.અને આ પ્રકૃતિના ચક્રને ચલાવનાર શક્તિ પરમાત્મા છે.
👉🏻 મૃત્યુ પણ પ્રકૃતિનું આગળ વધતું પગલું માત્ર છે. મૃત્યુનું કારણ કંઇપણ હોઈ શકે. પરંતુ તેનો સમય નિશ્ચિત છે. તે સમયની પહેલાં કે સમય પછી નથી આવતું.
👉🏻 આ પ્રકૃતિના ચક્રની અંતર્ગત જે આત્માઓ પરમાત્મા સાથે જોડાયેલા હોય છે, તેમના માધ્યમથી આ ધરતી પર સમયે સમયે પરમાત્મા અવતરિત થયા રહે છે, અને પોતાના વિશે તે માધ્યમોના માધ્યમ દ્વારા જાણકારી આપતાં હોય છે. પોતાના જ રહસ્યોને ખોલતા રહે છે.
👉🏻 જે આત્માઓ માધ્યમ બનીને આવે છે, તેઓ પોતાની સાથે અપાર ઉર્જાશક્તિ લાવે છે, અને પોતાની સાથે પાછી લઈ જાય છે. કારણ, બહુ ઓછા સુપાત્ર આત્માઓ તે ઉર્જા ગ્રહણ કરવા માટે તૈયાર હોય છે, અને આ ચક્ર પણ યુગો યુગોથી ચાલતું આવ્યું છે.
👉🏻 આ રીતે ઘણા સંતોના માધ્યમથી તે ઉર્જાશક્તિ અવતરિત થઈ, અને તેના જીવનકાળ પછી તેમની સાથે જ જતી રહી.તે સમયે ઉર્જાશક્તિને ગ્રહણ કરનારા સુપાત્ર લોકો ન મળ્યા.
👉🏻 આ સંત પોતાના જીવનકાળમાં જે સાધના કરે છે, તે સાધના દ્વારા નિર્મિત ઉર્જા અહીયા જ તેમના સુક્ષ્મ શરીરના માધ્યમથી છોડીને જાય છે. જે ઉર્જા આવનારા સંતોને માર્ગદર્શન આપે છે.
👉🏻 આ ઉર્જાની પોતાની સીમા છે. આ ત્યાં સુધી માર્ગદર્શન ન આપી શકે, જ્યાં સુધી તેની પાસે આ માર્ગદર્શન કોઈ ન માંગે. એટલે યાચના કરવી આવશ્યક છે.અથવા તેના કાર્ય કરે તો પણ કાર્યાના કારણે તે ઉર્જા સાથે સંબંધ સ્થાપિત થઈ જાય છે.
👉🏻 પહેલીવાર આ ગુરુશક્તિઓને લાગ્યું કે આ શક્તિઓ આપણે જે લઈને આવીએ અને પાછી લઈ જઈએ છીએ તે આ જગતમાં જ સ્થાપિત કરવામાં આવે.
👉🏻 આ ગુરુશક્તિઓની સ્થાપના તે શક્તિઓના માધ્યમથી કરવાની છે. આ માધ્યમનું રૂપ જ તે શક્તિઓની નજીકનું રૂપ છે. તે રૂપ, તે આકાર જ " સુપાત્ર યાચક " અને ગુરુશક્તિની વચ્ચે છે. તેથી તે રૂપને માધ્યમ બનાવાયું, તે રૂપ આજનું છે, વર્તમાનનું છે, અને શક્તિ સ્થાપનાની ક્રિયા વર્તમાનમાં જ થઈ રહી છે. તેથી વર્તમાન સ્વરૂપ જ નજીકનું સ્વરૂપ પ્રતિત થયું છે. તેથી વર્તમાન સ્વરૂપને જ મૂર્તિ સ્વરૂપ આપવામાં આવ્યું.
🙏પરમ પૂજ્ય સદગુરુ શ્રી શીવકૃપાનંદ સ્વામીજી🙏
🌺🌺🌺આધ્યાત્મિક સત્ય🌺🌺🌺
🌲 સમર્પણ ધ્યાન🌲
👉🏻 પેજ નં. ૧૫૨/૧૫૩
✒ તા. ૧/૪/૨૦૦૭
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
જય બાબા સ્વામી
🌹🌹🌹🌹
Comments
Post a Comment