એકવાર નાનાસાહેબ ચાંદોદકર નામના
એક વિદ્યાર્થી શ્રી સાંઈનાથની પાસે યોગ
વિદ્યા શીખવા માટે આવ્યા. ખૂબ આશા
સાથે તે શિરડી આવ્યો હતો. જેવો
દ્વારકામાઈ માં તે ગયો કે જોયું, સાંઈનાથ
તો રોટલી અને ડુંગળી ખાઈ રહ્યાં હતા.
એમને ડુંગળી ખાતાં જોઈ નાનાસાહેબ
વિચારવા લાગ્યા કે ડુંગળી ખાનાર યોગ
શું શીખવાડશે ? તરતજ શ્રી સાઈનાથ
બોલ્યાં, "ડુંગળી એમણે જ ખાવી જોઈએ
જે એને પચાવી શકે. જેનામાં આને પચાવવાની શક્તિ હોય ,એ જ એને ખાઈ
શકે છે. વિકાર ડુંગળીમાં નથી; મનમાં
છે." એટલું સાંભળતાં જ નાનાસાહેબ
સંપૂર્ણ સમર્પિત થઈ ગયા. એમણે શ્રી
સાઈનાથને અને આખી યોગવિદ્યા ને
આત્મસાત કરી લીધી અને યોગનું
રહસ્ય પણ જાણી ગયા કે ખાવાથી નહીં
પરંતુ ચિત્તની દુષિતતાથી બચવું પહેલાં
જરૂરી છે.
🌿🌿🌿🌷🌿🌿🌿
મધુચૈતન્ય 👉 માર્ચ,એપ્રિલ ૨૦૧૮
પાનું નંબર 👉 ૮
Comments
Post a Comment