ગહન ધ્યાન અનુષ્ઠાન
જય બાબા સ્વામી 🌹
ગહન ધ્યાન અનુષ્ઠાન એ સમય છે કે જ્યારે પરમ પૂજ્ય સ્વામીજી એકાંતમાં ૪૫ દિવસ ધ્યાન કરે છે, આ સમયે ખૂબ જ ચૈતન્ય પૂર્ણ વાતાવરણ દાંડી આશ્રમ તેમજ સર્વત્ર થઈ જતું હોય છે,
સમગ્ર ગુરુ શક્તિઓ જાણે હિમાલયમાંથી દાંડીમાં સ્થિત થઈ ગઈ હોય તેઓ તીવ્ર અનુભવ થાય છે...🙏🏻
શિવરાત્રીએ ૪૫ દિવસ પૂરા થાય તે રીતે ગહન ધ્યાન અનુષ્ઠાન નું આયોજન થતું હોય છે, આ સમયે સ્વામીજી કુટીરમાં રહે છે તેની આસપાસ મોટા પતરાની બોર્ડર બનાવવામાં આવે છે અને બહાર એક મોટા ઉત્સવ જેવું વાતાવરણ થતું હોય છે , જેમાં સવારે સાડા ચારથી સાડા પાંચ સામૂહિક મૌન ધ્યાન, છથી સાત મંત્ર ધ્યાન ત્યારબાદ યોગા અને પંડાલ માં શિબિરનું આયોજન થતું હોય છે, સાંજે મંત્ર ધ્યાન તથા દર ગુરુવારે ભજનનું આયોજન થતું હોય છે🙏🏻🙏🏻
સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર સમર્પણ ધ્યાન પરિવારમાંથી આશરે ૧૦૦ જેટલા સાધક સાધિકાઓનું અંદરથી અનુષ્ઠાન માટે સિલેક્શન( ચયન) થતું હોય છે, તેઓ સ્વામીજીના નજીકના ઓરા માં પ્રવેશ કરી ગુરુ કાર્ય ( સિક્યુરિટી ,ભોજન, ગાર્ડનિંગ, ધ્યાનકક્ષ વગેરે ગુરુ કાર્ય )કરી શકે છે. સિલેક્શન થયા પછી ત્યાં રહેવાનું જમવાનું બધું જ નિશુલ્ક હોય છે☺
આ અધિકૃત આત્માનું સતત સ્વામીજી ક્લિયરન્સ કરતા રહે છે કારણ કે તેઓ જ સ્વામીજીના ખુબ નજીકના ઓરા માં ૪૫ દિવસ રહેતા હોય છે.... આ સમય દરમ્યાન મોબાઈલ પણ જમા કરાવી દેવાનો હોય છે, ખુબ જ ગહન ચૈતન્યની અવસ્થા પ્રાપ્ત થાય છે ..સમર્પણ ધ્યાન ને ઊંડાણપૂર્વક સમજી શકવા નો મોકો મળે છે, આધ્યાત્મિક પ્રગતિ ખૂબ જ ઝડપથી થઇ શકવાનો મોકો મળે છે .
ગુરુકૃપા માં ખૂબ જ ગહન અનુભૂતિ થાય છે, આ અવસર જીવનમાં મળે તો ભૂલ થી પણ ચૂકાય નહીં🙏🏻🙏🏻
આ સમગ્ર અનુષ્ઠાન દરમિયાન આપણા 45 દિવસ સ્વામીજી પૂર્ણ રીતે સંભાળી દે છે , આપણી નોકરી ફેમિલી બધું જ સ્વામીજી સંભાળી લે છે... તો આ 7 જાન્યુઆરી થી 20 ફેબ્રુઆરી સુધીનું અનુષ્ઠાન માં જવું જો શક્ય હોય તો ખાસ ફોર્મ ભરવું🙏🏻🙏🏻🙏🏻
Comments
Post a Comment