પ્રશ્ન 11: ગુરુચરણમાં શ્રદ્ધા હંમેશા કેવી રીતે જળવાઈ રહે? સ્વામીજી : મને લાગે છે, ગુરુચરણ પર ચિત્ત રાખીને. કારણ કે ગુરુચરણ પર ચિત્ત રાખીશું, તો ત્યાં સારા લોકોની કલેક્ટિવિટી(સામૂહિકતા) છે, સારા સાધકોની કલેક્ટિવિટી. તો આપો-આપ તે કલેક્ટિવિટી આપણને મળે છે, તો આપણું ચિત્ત ત્યાં રહે છે. ઘણીવાર શું થાય છે, ખબર છે? આપ ફરિયાદ કરો છો, આ સાધક ખરાબ છે, તે સાધક ખરાબ છે, તે સાધક ખરાબ છે, સારું. મને બધું દેખાતું હોય છે, સારા પણ સાધક દેખાતા હોય છે, ખરાબ પણ સાધક દેખાતા હોય છે. તમે ખરાબ છો, તેથી તમારી આસપાસ ખરાબ લોકોની કલેક્ટિવિટી છે. તમે સારા રહેશો, તમારી આસપાસ સારાની કલેક્ટિવિટી રહેશે. તે બધા એકત્રિત થઈ જાય છે. દારૂ પીવાવાળા એક સાથે, બીડી પીવાવાળા એક સાથે, ગાંજા પીવાવાળા એક સાથે, આ ખરાબ -ખરાબ લોકો એક સ્થાને સમૂહ બનાવી લે છે, કલેક્ટિવિટી બનાવી લે છે. તો તમારી આસપાસ ખરાબ લોકો છે, તો તુરંત ત્યાંથી ભાગો. કારણ કે આ ખરાબ લોકો છે, તો આપણે ખરાબ છીએ તો જરા સારામાં જાઓને! તો મને બધું દેખાઈ રહ્યું છે. સારા પણ સાધક છે, ખરાબ પણ સાધક છે. બધા પ્રકારના સાધક છે. પરંતુ તમે જેવા છો, તેવા તમારી આસપાસ એકઠા થાય છે. ...