સમર્પણ શબ્દનો અર્થ
પ્રશ્ન 9: સ્વામીજી, સમર્પણ શબ્દનો અર્થ સમજાવતા અમને માર્ગદર્શન આપો કે ગુરુ પ્રત્યે શતપ્રતિશત્ સમર્પિત અમારે કેવી રીતે થવાનું છે?
સ્વામીજી : 'સમર્પણ' શબ્દનું અંગ્રેજીમાં શુદ્ધ ભાષાંતર કરવું મુશ્કેલ છે. સમર્પણ કરવું એટલે કે પોતાના જીવનમાં પૂર્ણ સમય આપ અનુભવ કરો કે તે આપની જ સાથે છે, આપની જ પાસે છે. જે કંઈ ઘટના બની રહી છે, તેને એક સાક્ષી ભાવથી જુઓ. સારું થયું, તો પણ ગુરુની કૃપામાં થયું. ખરાબ થયું તે પણ ગુરુની કૃપામાં થયું. આપ પૂર્ણ સાક્ષીભાવ રાખો. નાનામાં નાની ઘટનાને પણ સાક્ષીભાવથી જુઓ. આપ વિચલિત ન થાઓ. આપના મનમાં એક પણ નકારાત્મક ભાવ ન આવે. 10 સકારાત્મક વિચાર કર્યા પછી એક પણ નકારાત્મક વાત કરો છો, ત્યારે 10 સકારાત્મક વાતોની ઉર્જા નષ્ટ થઈ જાય છે. એક મરાઠી લેખકે એક નાટક લખ્યું હતું - "એક હી પ્યાલા". જેમાં તેમણે લખ્યું હતું કે જો આપની સામે દારૂનો પહેલો પ્યાલો આવે, ત્યારે આપ પોતાની જાત પર જો નિયંત્રણ ન કરી શકો, તો પછીના પ્યાલા આપની ઉપર નિયંત્રણ કરી નાખશે. તેથી જો બની શકે, ત્યારે રોકી શકો તો તે પહેલાં પ્યાલાને રોકો. બરાબર તે જ રીતે આ નકારાત્મક વિચારનો પહેલો પ્યાલો જ્યારે આપ રોકવાની સ્થિતિમાં હો છો, ત્યારે આપ 100% શક્તિની સાથે હો છો અને નકારાત્મક વિચાર શૂન્યની સ્થિતિમાં હોય છે પરંતુ જો તે નકારાત્મક વિચારે આપનામાં પ્રવેશ કર્યો, તો તે 10% થઈ જાય છે અને આપમાં 90% ઉર્જા રહી જાય છે. ધીરે ધીરે 10 વિચારો પછી તે 100% થઈ જાય છે અને આપ શૂન્યની સ્થિતિમાં પહોંચી જાઓ છો. પછી આપ બેહોશીમાં દર અડધા કલાક પછી તે નકારાતમક વિચારોનો આનંદ લેતા રહો છો. તેથી એક પણ નકારાત્મક વિચાર આપના જીવનમાં આવવા જ ન દો. આપ હંમેશા યાદ રાખો કે હું આપની સાથે છું, આપનું કંઈ ખરાબ થઈ જ ન શકે.
મધુચૈતન્ય : જુલાઈ-સપ્ટેમ્બર, 2002.
Comments
Post a Comment