ગુરુની શું આવશ્યકતા છે ?
પ્રશ્ન 5 : ગુરુની શું આવશ્યકતા છે ?
સ્વામીજી : ગુરુની આવશ્યક્તા ન હોત તો શાળાઓની પણ આવશ્યક્તા ન હતી. બધા પુસ્તકો ખરીદીને વાંચી લેત. પુસ્તકો દ્વારા ઓળખવાની સમજ તો આવી શકે છે, પરંતુ પ્રાપ્ત કરવાનું જ્ઞાન નથી મળી શકતું. યોગસન, પ્રાણાયામ, ધ્યાન બધું અલગ છે. ધ્યાન દ્વારા નિર્વિચારતા પ્રાપ્ત થાય છે. ધ્યાન દ્વારા ચિત નિયંત્રિત થાય છે. ગુરુના સાનિધ્યમાં રહેવાથી ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ સુગમ થઈ જાય છે, ભટકવું નથી પડતું. ક્યારેક- ક્યારેક ભટકવામાં જ જીવન વીતી જાય છે.
મધુચૈતન્ય : ઓક્ટોબર-ડિસેમ્બર - 2008.
Comments
Post a Comment