ઈશ્વર, ગુરુ, માતા-પિતા એમાંથી સૌથી મોટું કોણ છે?
પ્રશ્ન 2: ઈશ્વર, ગુરુ, માતા-પિતા એમાંથી સૌથી મોટું કોણ છે?
સ્વામીજી : ઈશ્વર વિશે આપણી શું માન્યતા છે, તે મને ખબર નથી, પરંતુ "ઈશ્વર" એટલે તે વિશ્વચેતના જે વિશ્વનું સંચાલન કરી રહી છે. ઈશ્વર એવી કોઈ વ્યક્તિ નથી જેની ગુરુ સાથે તુલના કરવામાં આવે. ઈશ્વર એક શક્તિ છે, અને ગુરુ તેનું માધ્યમ છે. તો શક્તિની માધ્યમ સાથે તુલના ન થઈ શકે. આ બંને અલગ-અલગ છે. ઈશ્વર અલગ છે, ગુરુ અલગ છે. ગુરુ ઈશ્વરનું માધ્યમ છે અને ગુરુના માધ્યમ દ્વારા આપણે ઈશ્વરની પરિકલ્પના કરી લઈએ છીએ. તેથી કહેવામાં આવ્યું છે ને 'ગુરુ સાક્ષાત પરબ્રહ્મ'. ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ ગુરુના રૂપમાં છે અને માતા-પિતા, તે માધ્યમ છે. જેમના માધ્યમ દ્વારા આપણને દેહની પ્રાપ્તિ થઈ છે. દેહધારણ કરવા મળ્યો છે. દેહધારણ કરવા માટે માતા-પિતા નિમિત બન્યા અને દેહ ધારણ થયો છે, તેથી આત્મા મળી શક્યો . તેથી આધ્યાત્મિક પ્રગતિ માટે આપ આગળ વધી શક્યા. તેથી માતા-પિતા તે પાયો છે, જે પાયા ઉપર આઘ્યાત્મિકતાનું મંદિર ઉભું થાય છે. તો પાયાને મહત્વ આપ્યા વગર મંદિરની, કળશની પરિકલ્પના પણ ન કરી શકાય. તેથી એમને આધ્યાત્મિક શિખરનો પાયો માનવા જોઈએ.
મધુચૈતતન્ય : જુલાઈ - સપ્ટેમ્બર, 2007.
Comments
Post a Comment