જીવનમાં અમે સંપૂર્ણ સમર્પણ ભાવ કેવી રીતે લાવીએ?

પ્રશ્ન 10: સ્વામીજી, મારો પ્રશ્ન છે કે પોતાના જીવનમાં અમે સંપૂર્ણ સમર્પણ ભાવ કેવી રીતે લાવીએ?

સ્વામીજી : મેં આપને કહ્યું કે આપ પોતાનો સમગ્ર ભૂતકાળ મને આપી દો, હું આપને સ્વર્ણિમ ભવિષ્ય આપીશ. સમર્પણનો અર્થ બિલકુલ સરળ છે. પહેલાના સમયમાં લોલકવાળી ઘડિયાળ વપરાતી હતી. તેમાં લોલકનો કાટો એક બાજુથી બીજી બાજુ જતો હોય છે. તે જ રીતે જ્યારે આપણું ચિત્ત ભૂતકાળની ઘટનાઓમાં જાય છે, તેટલું જ થોડા સમય પછી ભવિષ્યની વાતો પર જાય છે. જેટલા વેગથી ભૂતકાળમાં જશે, તેટલા જ વેગથી ભવિષ્યમાં જશે. ક્યારેક ભૂતકાળ તો કયારેક ભવિષ્યકાળમાં ચિત્ત જતું રહે છે. તેના કારણે આપની અડધી શક્તિ ભૂતકાળના અને અડધી શક્તિ ભવિષ્યકાળના વિચાર કરવામાં ખર્ચાઈ જશે. જ્યારે આપ વર્તમાનમાં કામ કરશો, ત્યારે આપની પાસે કંઈ શક્તિ જ નહિ બચે, તેથી જે કોઈ કાર્ય આપણે કરીએ છીએ, તેમાં આપણને સફળતા નથી મળતી. હું જ્યારે આપને સમર્પણ કરવા કહું છું, ત્યારે સમર્પણનો અર્થ છે કે ભૂતકાળનો એક પણ વિચાર આપને ન આવે. આવી સ્થિતિ આપની થઈ જાય તો આપનું ચિત શક્તિશાળી બનશે. જ્યારે આપને ભૂતકાળના વિચાર નહિ આવે, તો સ્વભાવિકરૂપે જ આપને ભવિષ્યકાળના વિચાર નહિ આવે. પરિણામે આપનું ચિત વર્તમાનમાં રહેશે. વર્તમાનમાં રહીને આપ જે કોઈ કાર્ય કરશો, તે સર્વશ્રેષ્ઠ કાર્ય થશે. કાર્ય થઈ ગયા પછી આપને સફળતા પણ મળશે.

હું સમર્પણ તેને કહું છું કે જ્યારે આપને ભૂતકાળના કોઈપણ વિચાર ન આવે. આવું જે દિવસે થશે, તે દિવસથી આપનું પૂર્ણ સમર્પણ થઇ ગયું. ભૂતકાળના સમર્પણથી, ભૂતકાળની બીમારીઓથી, ભૂતકાળની ખરાબ ઘટનાઓથી, ભૂતકાળના ખરાબ વ્યક્તિઓથી આપને છુટકારો મળી જશે. જ્યારે આપ પોતાના ભૂતકાળના ઝેરને સમાપ્ત કરવામાં સફળ થઈ જશો, તો પછી પુરા ખાલી થઈ જશો. અમૃતનો કુંભ તો આપની અંદર જ છે, તો તેની સુગંધ આપમાંથી આવશે જ. સૌથી પહેલા આપે પોતાનું ઝેર કાઢવાની આવશ્યકતા છે. સમર્પણનો અર્થ છે કે આપને ભુતકાળના વિચાર બિલકુલ ન આવવા જોઈએ.

મધુચૈતન્ય : જુલાઈ-સપ્ટેમ્બર, 2006.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी