બધાએ પોતાના કર્મ ભોગવવા જ પડે છે. તો જો હું યોગ અને ધ્યાનની સાધના કરું તો ધ્યાનની દ્રષ્ટિએ તેમાં કોઈ ફરક પડશે કે નહીં? આ કર્મ મારે ભોગવવા જ પડશે ?
પ્રશ્ન 23: મારો પ્રશ્ન એ છે કે હું જૈન છું અને જૈન ધર્મ અનુસાર કર્મનો સિદ્ધાંત છે કે બધાએ પોતાના કર્મ ભોગવવા જ પડે છે. તો જો હું યોગ અને ધ્યાનની સાધના કરું તો ધ્યાનની દ્રષ્ટિએ તેમાં કોઈ ફરક પડશે કે નહીં? આ કર્મ મારે ભોગવવા જ પડશે ?
સ્વામીજી : સામાન્ય રીતે ગુરુના સમાધિસ્થ થયા પછી ગુરુના સૂક્ષ્મ શરીરનું નિર્માણ થાય છે. સૂક્ષ્મ શરીર એટલે શક્તિઓનું શરીર. શક્તિઓના શરીરને આ રીતે સમજાવી શકાય છે. અમરેલીમાં એક ભંડારીશેઠ છે. જેને સ્કૂલ બનાવી, હોસ્પીટલ બનાવી, કોલેજ બનાવી અને પછી ભંડારીશેઠના મૃત્યુ પછી પણ તે જીવિત છે, હોસ્પિટલના રૂપમાં, સ્કૂલના રૂપમાં, કોલેજના રૂપમાં. એટલે કે એક સમાજસેવક મરી ગયા પછી પણ તેમના દ્વારા કરાયેલા સમાજ સેવાના રૂપમાં તેઓ જીવિત રહે છે. લોકો તેમને યાદ કરે છે. બરાબર તે જ રીતે જીવંત ગુરુ પોતાના જીવંતકાળમાં જે કંઈ સાધના કરે છે, ધ્યાન કરે છે તેમને તે સાધના દ્વારા અમુક શક્તિઓ પ્રાપ્ત થાય છે. તે શકિતઓ ગુરુનું શરીર છૂટ્યા પછી ક્રિયાન્વિત થાય છે. કોઈ સંકલ્પ કરે છે કે મારા મૃત્યુના 50 વર્ષ પછી ક્રિયાન્વિત થાય, કોઈ કહે છે 100 વર્ષ પછી થાય. જેવો સંકલ્પ તે રીતે શકિતઓ ક્રિયાન્વિત થાય છે. આપની વ્યવહારિ દૃષ્ટિથી ક્યારેક આપ જુઓ છો કે કોઈ ગુરુના મૃત્યુ પછી તેમનું સ્થાન 25 વર્ષ સુધી તેવું જ પડ્યું રહે છે. ત્યાં કોઈપણ નથી જતું. પરંતુ 25 કે 50 વર્ષ પછી અચાનક લોકોનું ત્યાં જવાનું શરૂ થાય છે. અચાનક તે સ્થાનને પ્રસિદ્ધિ મળવા લાગી જાય છે. આવું એટલે થાય છે કે નિશ્ચિત સમય પછી ગુરુનું સૂક્ષ્મ શરીર કાર્યાન્વિત થવા લાગે છે. જેના કારણે બધાને તેનો લાભ મળવો શરૂ થાય છે. પરંતુ આજે પહેલીવાર ગુરુતત્વ સાથે એવું થયું છે કે ગુરુ પણ જીવંત છે અને તેમની સાથે તેમનું સૂક્ષ્મ શરીર પણ નિર્માણ થઈ ગયું છે. જેમ કોઈ કંપનીની કારનાં નવા મોડલ બજારમાં આવે છે ત્યારે દરેક નવામાં કોઈ નવો સુધારો અને ફેરફાર થાય છે. આવો જ ફેરફાર અને સુધારો ગુરુતત્વમાં પણ આવે છે. આપને તેની જાણકારી નથી. આજે આપના વિચાર બે હાથના છે. તેથી બે હાથે જે માગી શકો છો તે માગો છો. પરંતુ આપને મળે છે, હજાર હાથથી. કારણ, ગુરુના લાખ હાથ છે. આપની કલ્પના કરતાં પણ વધારે આપને મળે છે.કર્મની વાત કહું છું. આ વાત મારે બૌદ્ધ સાધકો સાથે થયેલી જે કર્મમાં લખ્યું છે, તે જ થશે. તો સારું કામ શા માટે કરવું. કારણ, કર્મથી તેમાં કોઈ ફેરફાર આવી જ ન શકે, તો જે પોતાના ભાગ્યમાં લખેલું છે તે થાય જ છે. તો પ્રયત્ન શા માટે કરવો?
બંને વાત સત્ય છે કે આપના કર્મ આપે ભોગવવાના જ છે. તેમાં કંઈ ફરક નથી. પરંતુ જીવંત ગુરુના સાનિધ્યમાં આવવાથી તેમાં પણ ફેરફાર થઈ શકે છે. આ પણ તેટલું જ સત્ય છે. તે હું આપને સમજાવું છું. જેમ એક ચક્ર છે અને આપે એક નિશ્ચિત સ્થાનેથી જીવનની શરૂઆત કરી. તો આપે જીવનની પ્રત્યેક ક્ષણ ભોગવતાં-ભોગવતાં ફરી ત્યાં પહોંચવાનું જ છે. આ સત્ય છે. પરંતુ માનો કે આપના જીવનમાં આપને જીવંત ગુરુનું સાનિધ્ય રસ્તામાં પ્રાપ્ત થઈ જાય તો આપ સરળતાથી અંતિમ બિંદુ સુધી અડધા રસ્તાથી પણ પહોંચી શકો છો. આ પણ સત્ય છે. ગુરૂ સાનિધ્યનો જો આપને લાભ મળે તો આપ વચ્ચેથી સરળતાપૂર્વક રસ્તો પાર કરી શકો છો. બંને વાત સત્ય છે.
મધુચૈતન્ય : જૂલાઈ-સપ્ટેમ્બર, 2006.
Comments
Post a Comment