શું એ પૂર્વ આયોજીત છે કે અમને અમારા જીવનમાં ક્યાં ગુરુ મળશે?
પ્રશ્ન 7: શું એ પૂર્વ આયોજીત છે કે અમને અમારા જીવનમાં ક્યાં ગુરુ મળશે?
સ્વામીજી : હા, આ પૂર્વ આયોજીત છે કે આપણને જીવનમાં ક્યાં ગુરુ મળશે. પરંતુ ત્યાં સુધી પહોંચવું પોતાની સ્થિતિ ઉપર આધારિત છે. જ્યારે મારી નિશ્ચિત સ્થિતિ થઈ , ત્યારે જ મારા જીવનમાં મને પોતાના ગુરુ મળ્યા અને ત્યારે હું હિમાલય ગયો. પ્રત્યેકના જીવનમાં ગુરુ મળવાનું કારણ અલગ - અલગ પણ હોઇ શકે છે. જેમ કે બીમારી, સમસ્યા, સંકટ અથવા અંદરથી ગુરુને મળવાની તિવ્ર ઈચ્છા હોવી કે સ્વપ્નમાં ગુરુના દર્શન થવા. આ બધા માધ્યમ છે. જેના દ્વારા ગુરુ સુધી પહોંચી શકો છો પરંતુ એકવાર ગુરુ સુધી પહોંચી ગયા પછી તેને (માધ્યમને) ભૂલી જાવા જોઈએ. મારો અનુભવ એમ રહ્યો છે કે એકવાર જયારે હું ગુરુની પાસે પહોંચી ગયો, ત્યારથી મારા માટે ગુરુની શોધ બંધ થઈ ગઈ અને અંદરની યાત્રા શરૂ થઈ ગઇ. જે આપને અંતર્મુખ કરી દે, તે જ આપના ગુરુ છે.
ખરેખર તો ગુરુ આપની બહાર નથી, આપની અંદર છે. આપનો આત્મા જ આપનો ગુરુ છે. જ્યાં સુધી આપણને પહોંચેલા ગુરુ નથી મળતા, જ્યાં સુધી આપણાં જીવનમાં આપણને અંદર તરફ વાળનાર ગુરુ નથી મળતા, ત્યાં સુધી આપણને પોતાનો ચહેરો નથી દેખાતો. આપણને પોતાની જાતનો ચહેરો નથી દેખાતો અને તેને જોવા માટે આપણે મિરર (અરીસો) ની પાસે જવું પડે છે. ગુરુ તે અરીસો છે જે આપણને પોતાની જાત સાથે મેળવી દે છે.
મધુચૈતન્ય : ઓક્ટોબર-ડિસેમ્બર, 2008
Comments
Post a Comment