સાંજે સેન્ટરપર જવા નથી મળતું

પ્રશ્ન 8: પ્રભુ, અમે કચ્છી પટેલ છીએ અને જોઇન્ટ ફેમિલીમાં છીએતો જોઇન્ટ ફેમીલીમાં બધું કામ જલદીજલદી થઈ જાય છે પણ સાંજે સેન્ટરપર જવા નથી મળતું ઘણી મહિલાઓનેજે સ્ત્રી અને પુરુષમાંથી એક જ આ માર્ગમાં છે, બીજું નથી તો કોઈને સાંજે સેન્ટર પર જવા નથી મળતું. તો મારી તમને કરબદ્ધ પ્રાર્થના છે કે પ્રભુ એવી મહિલા ઓ અને પુરુષોને પણ સેન્ટર પર જઈને ધ્યાન કરવા મળે. અમે તમને બહુ પ્રાર્થનાકરીએ છીએ કે અમારાથી કોઈ ભૂલ થઈહોઈ તો.. તકલીફ ન થાય તમને એવું અમને કાંઈ બતાવો અને તમે અમારાથીહમેંશા ખુશ રહો ,એવું કાંઈ જણાવો ?

સ્વામીજી : તમે ક્યાં રહો છો ?

સાધિકા   : અમદાવાદ, નિકોલ.

સ્વામીજી : ના,ત્યાં જ કચ્છી મહિલાઓને લઈને તમે મહિલાઓનું એક સેન્ટર ચાલુ કરો ને ! બપોર નું કરશો તો પણ ચાલશે.

સાધિકા : ના, કેટલીક મહિલાઓ એવી હોય છે જે ના પાડે છે. અમને પણ તમારાવિશે કહે છે, અમારાથી સહન નથી થતું.અમારા ઘરના લોકો પણ અમને ગુરુકાર્યકરવા માટે જવા નથી દેતા. અમારી બહુ ઇચ્છા હોય છે કે અમે ગુરૂકાર્ય કરીએ.અમે અહીંયાં આવીએ છીએ તો પણ ડર રહે છે કે શું કહેશે.. શું કહેશે ?

સ્વામીજી : ના, જુઓ, બધામાંથી આપણે કાંઈક ને કાંઈક રસ્તો કાઢવો જ પડે છે. જેમકે મેં એક મુસલમાન
સાધકનું ઉદાહરણ નહોતું આપ્યું ; એ નાઈ-ધોઈને બેસે છે, પોતાની એક બ્રીફ-કેસ ખોલે છે,ફોટો કાઢે છે, દીવો
પ્રગટાવે છે, ધ્યાન કરે છે અડધો કલાક પછી એ બ્રીફ-કેસ બંધ કરે છે, રૂમ ની બહાર જાય છે. એમ તમે તમારો એક રસ્તો કાઢો ને ! અડધો કલાક શાંત ચિત્ત થઇને કેમ બેઠા છો,એમ થોડું કંઈ ઘરમાં લોકો પૂછશે ? તો શાંત ચિત્ત થઈને બેસો. અને બીજું, જુઓ શું હોય છે, જ્યારે આપણને સામુહિકતા સાથે જોડાતા નથી
આવડતું, જ્યારે આપણને ક્લેક્ટિવિટી સાથે જોડાતા નથી આવડતું તો આપણે સીધા ગુરૂ સાથે જોડાવું જોઈએ.ગુરુ ક્યારેય પણ વિધાઉટ (વગર )સામુહિકતા હોય જ નહીં. અરબ કન્ટ્રીઝમાં ઘણા સાધકો એવાં છે જ્યાં કોઈ સામુહિકતા નથી, કોઈ ક્લેક્ટિવિટી નથી પણ એ સીધો ગુરૂ સાથે સંપર્ક કરે છે તો એમને
સામુહિકતાનો અભાવ મહેસૂસ નથી થતો. તો તમે સામૂહિકતામાં જોડાવા માટે ગુરૂના સૂક્ષ્મ શરીર સાથે જોડાઓ અને અડધો કલાક શાંત ચિત્ત થઈને બેસો તો ઓટોમેટિકલી તમને પણ એવું લાગશે
નહીં ને કે સામુહિકતા સાથે ન જોડાઈ શક્યાં. અને બીજું, ગુરુકાર્ય કરવું એટલે શું ? સમાજમાં જઇને કાંઈક કાર્ય કરવું, એવું નહીં. જે કાંઈ કાર્ય થઈ રહ્યું છે, એ કાર્ય માટે પ્રાર્થનાના માધ્યમથી પણ જોડાઓ છો.. જેમ ગુરુશક્તિધામ બની રહયાં છે - જલદી-જલદી ગુરુશક્તિધામ બને , જલદી-જલદી લોકોને એ ઉપયોગ
માં આવે, એવી પ્રાર્થનાથી પણ જોડાઓ. એ તો થવાનું જ છે,જે દિવસે બનશે, એ દિવસે તમને આત્મસમાધાન મળશે, તમને એક આત્મસંતોષ મળશે કે અરે ! મારી પ્રાર્થનાથી આટલું મોટું ગુરૂશક્તિધામ નિર્માણ થઈ ગયું. તો કહેવાનો મતલબ, પ્રાર્થનાના માધ્યમથી પણ આપણે ગુરુકાર્ય કરી શકીએ છીએ. તો જ્યાં પણ હોવ, ચિત્તથી જોડાવ તો પણ ચાલશે. પ્રાર્થનાના માધ્યમથી ગુરૂકાર્ય સાથે જોડાયેલા છીએ. જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરો કારણકે ત્યાં જો તમે અતૃપ્ત રહેશો તો શરીર સાથે જોડાયા તો કાંઈ પણ ગુરૂકાર્ય નહીં થાય. એટલા માટે જે પરિસ્થિતિમાં છો એ જ પરિસ્થિતિ માં શાંત રહો.

મધુચૈતન્ય
સપ્ટેમ્બર-ઓકટોબર 2018 પાનું 35

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी