હું રોજ મંત્રજાપ કરું છું, પરંતુ ધ્યાન કરવા માટે કેન્દ્રમાં નથી જઈ શકતી. મારા માટે શું ઉચિત છે, તે જણાવવાની કૃપા કરો.
પ્રશ્ન 27: હું રોજ મંત્રજાપ કરું છું, પરંતુ ધ્યાન કરવા માટે કેન્દ્રમાં નથી જઈ શકતી. મારા માટે શું ઉચિત છે, તે જણાવવાની કૃપા કરો.
સ્વામીજી : જો આપ કોઈ ભગવાનના નામનો જાપ કરતા હો, જે આપને કોઈ ગુરુએ આપ્યો હોય, તો તેનું પણ મહત્વ છે. જેમા માનો કે આપ 108 વાર રામ નામનો જાપ કરો છો, ત્યારે એક વાર તો એવું થશે કે આપનું ચિત એકાગ્ર થઈ જશે અને આપ પરમાત્માની સાથે જોડાઇ જશો. મંત્રજપથી મન ભૂત અને ભવિષ્યમાં ભટકવાના બદલે એક સ્થાને કેન્દ્રિત થશે અને આપને નિર્વિચાર સ્થિતિ મળશે. ધ્યાનના માર્ગ દ્વારા આપને ગુરુકૃપામાં નિર્વિચાર સ્થિતિ સહજતાથી પ્રાપ્ત થઈ શકે છે. શૂન્યની સ્થિતિ પર પહોંચવાથી મંત્રજપ નથી થતા. તેથી ધ્યાનના માધ્યમથી નિર્વિચારતા પ્રાપ્ત કરીને આપ પૂર્ણતાથી સ્થિતિ પર સહેલાઈથી પહોંચી શકો છો. જેઓ નિયમિત ધ્યાન કરતા હોય, તેમને મંત્રજપ કરવાની કોઈ આવશ્યક્તા નથી. તેઓ આખો દિવસ કામ કરતી વખતે પણ નિર્વિચારતામાં રહી શકે છે. હા, દિવસભરમાં ક્યારેય પોતાનું મન ભટકે તો મંત્રનું નામ સ્મરણ કરી શકો છો, જેનાથી મનને એકાગ્રતા પ્રાપ્ત થઈ શકે છે.
શરીરમાં મસ્તક બધા અવયવો સાથે, જ્ઞાનતંતુઓથી જોડાયેલ હોય છે. જો મગજ નિર્વિચાર સ્થિતિમાં આવે તો તેની અસર બધા પર થાય છે. હાથ, પગ, કમર બધું જ તનાવરહિત થઈ જાય છે. એકદમ હળવાશ આવી જાય છે. આપણને ઘણા લોકો કમરનો દુઃખાવો, માથાનો દુઃખાવો, હાથ-પગના દુઃખાવાની ફરિયાદ કરે છે. જો આપ ધ્યાન દ્વારા નિર્વિચાર સ્થિતિનો અનુભવ કરશો તો આપણા શરીરના બધા દુઃખાવા જતા રહેશે અને આપ તંદુરસ્ત થઈ જશો.
મધુચૈતન્ય : એપ્રિલ-જૂન, 2002.
Comments
Post a Comment