સ્વામીજી, જ્યારે હું ઘરે ધ્યાન કરું છું, ત્યારે એટલું સારું ધ્યાન નથી લાગતું પરંતુ જ્યારે સેન્ટરમાં બધાની સાથે ધ્યાન કરું છું ત્યારે મને સારું ધ્યાન લાગે છે. આવું કેમ?
પ્રશ્ન 15: સ્વામીજી, જ્યારે હું ઘરે ધ્યાન કરું છું, ત્યારે એટલું સારું ધ્યાન નથી લાગતું પરંતુ જ્યારે સેન્ટરમાં બધાની સાથે ધ્યાન કરું છું ત્યારે મને સારું ધ્યાન લાગે છે. આવું કેમ?
સ્વામીજી : ખરેખર આ એક બાબાગાડી સમાન છે. આપને જ્યારે ચાલતા નથી આવડતું ત્યારે બાબાગાડીની આવશ્યક્તા હોય છે. તે જ રીતે આપ ધ્યાન સાધનામાં નવા-નવા છો. તેથી આપને સામુહિકતાની આવશ્યક્તા છે અને જ્યારે આપ સેન્ટરમાં સામૂહિકતામાં ધ્યાન કરો છો ત્યારે આપને સારું ધ્યાન લાગે છે. પરંતુ એકલા કરતી વખતે નથી લાગતું. શરૂઆતમાં આપ, જો બની શકે તો , દરરોજ સામૂહિકતામાં ધ્યાન કરવાની કોશિશ કરો અને જો રોજ ન જઇ શકો તો અઠવાડિયામાં એકવાર જરૂર સેન્ટરમાં જઈને ધ્યાન કરો. જેટલા આપ સામૂહિકતા સાથે જોડાયેલા રહેશો, તેટલી જ ઝડપથી આપની પ્રગતિ થશે.
મધુચૈતન્ય : જાન્યુઆરી-માર્ચ, 2006
Comments
Post a Comment