સામૂહિકતાનો શું અર્થ છે? તેનું શું મહત્વ છે?
પ્રશ્ન 16: સામૂહિકતાનો શું અર્થ છે? તેનું શું મહત્વ છે?
Continue...જો બધા સાધક એક સાથે એક જ મંત્રનું ઉચ્ચાણ કરે અને એક જ ગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ રાખતા હોય ત્યારે તે સામૂહિકતામાં જે ચેતનાશક્તિ વહે છે, તે ચેતનાશક્તિનો પ્રભાવ બધા પર થવા લાગે છે અને આપને સારું ધ્યાન લાગે છે. દરરોજ અથવા અઠવાડિયામાં એક દિવસ પણ સામૂહિકતામાં ધ્યાન કરવાથી આપને લાભ થાય છે. ભલે આપની સ્થિતિ તે સમયે સારી ન હોય; બિલકુલ તે જ રીતે જેમ ઘોડાગાડીના ચાર ઘોડામાંથી એક ઘોડો જો ચાલવા માટે તૈયાર ન હોય તો પણ બાકીના ત્રણ ઘોડા તેને પોતાની સાથે ખેંચીને લઈ જાય છે અને ક્યારેક આપ એક સારી સ્થિતિમાં હો તો તેના દ્વારા આપ જે ચેતનાશક્તિ ગ્રહણ કરો છો, તેનાથી બીજાને લાભ થાય છે. બધાની સાથે રહેવાથી આપની પ્રગતિ પણ છે અને બીજાની પણ છે. કહેવાનો અર્થ એ છે કે શારીરિક સામૂહિકતા કોઈ કામની નથી, જ્યાં સુધી આંતરીક એકતા ન હોય, આંતરિક સમાનતાને જ સાચી સામૂહિકતા કહે છે.
ચૈતન્ય ધારા, પાનાં નં.-14.
Comments
Post a Comment