કુંડલિની શક્તિ શું છે? કુંડલિની શક્તિ કેવી રીતે જાગૃત થઈ શકે છે?
પ્રશ્ન 26: કુંડલિની શક્તિ શું છે? કુંડલિની શક્તિ કેવી રીતે જાગૃત થઈ શકે છે?
સ્વામીજી : કુંડલિની શક્તિ આપણી અંદરની પ્રાણશક્તિ છે. ગર્ભમાં ભૃણ જ્યારે ત્રણ-ચાર મહિનાનો થાય છે ત્યારે તેમાં કુંડલિની શક્તિનો પ્રવેશ થાય છે. આ શક્તિ શરીરના તાલુભાગ (સહસ્ત્રાર ચક્ર) દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને બધા ચક્રોમાંથી પસાર થતી મૂલાધાર ચક્રની ઉપર એક ત્રિકોણાકાર અસ્થિમાં સ્થિત થઈ જાય છે. કુંડલિની શક્તિનો એક ભાગ શરીરની બધી પ્રક્રિયાઓને ક્રિયાન્વિત કરે છે પરંતુ આ શક્તિનો મોટોભાગ સામાન્ય મનુષ્યમાં સુપ્તાવસ્થામાં જ રહે છે અને મનુષ્યને તેના જીવનકાળમાં તેની ખબર જ નથી પડતી.
કુંડલિની શક્તિને જાગૃત કરવી એટલે આ કુદરતી શક્તિના નિષ્ક્રિય ભાગને ક્રિયાન્વિત કરવો. કુંડલિની શક્તિની જાગૃતિ મંત્રજાપ કે હઠયોગ દ્વારા થાય છે પરંતુ તેમાં 10 થી 15 વર્ષ લાગી શકે છે. પરંતુ જો ગુરુકૃપા હોય તો ગુરુના સ્પર્શમાત્રથી, દૃષ્ટિપાત માત્રથી તે જાગૃત થઈ શકે છે.
ચૈતન્ય ધારા પાનાં નં.- 20 - 21.
Comments
Post a Comment