જો અમે સમર્પણ મેડીટેશન કરીએ તો શું અમે પોતાના ધર્મનું પાલન કરી શકીએ છીએ? તેની ધાર્મિક ક્રિયાઓ કરી શકીએ છીએ?
પ્રશ્ન 21: જો અમે સમર્પણ મેડીટેશન કરીએ તો શું અમે પોતાના ધર્મનું પાલન કરી શકીએ છીએ? તેની ધાર્મિક ક્રિયાઓ કરી શકીએ છીએ?
સ્વામીજી : હું જ્યારે દારૂ પીવા માટે મનાઈ નથી કરતો તો આપને ધાર્મિક ક્રિયા કરવા માટે કેમ મનાઈ કરું? કારણ કે બંને શારીરિક સ્તરે છે? હું જયારે ખરાબ કાર્ય (દારૂ પીવા) માટે મનાઈ નથી કરતો તો સારા કાર્ય માટે કેમ મનાઈ કરું? ધર્મ તે છે જે આપણને જન્મ સાથે મળે છે અને જે ઘરમાં પણ આપણો જન્મ થાય છે તે ધર્મ આપણી સાથે જન્મથી જોડાઈ જાય છે. કોઈપણ ધર્મમાં આપણે જન્મ લઈએ છીએ, તે આપણી ચોઇસ (પસંદ) નથી હોતી. આપણે જયારે એક સીડી (ધર્મરૂપી સીડી) પર જન્મ્યા છીએ અને બધાની સીડી અલગ-અલગ હોય શકે છે. આપણે સીડી પર જ બેસી રહેવાનું નથી પરંતુ સીડીનો ઉપયોગ કરીને મકાન સુધી પહોંચવાનું છે. બધાની સીડીઓ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ મકાન તો બધા માટે એક જ છે.
મધુચૈતન્ય : ઓક્ટોમ્બર-ડીસેમ્બર, 2008.
Comments
Post a Comment