સાચો ધર્મ કોને કહેવામાં આવે છે?
પ્રશ્ન 19: સાચો ધર્મ કોને કહેવામાં આવે છે?
સ્વામીજી : જેને આજે આપણે ધર્મ કહીએ છીએ, તે સાચો ધર્મ નથી. હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વિગેરે ઉપાસના પદ્ધતિઓ છે. સાચો ધર્મ મનુષ્ય ધર્મ છે. મનુષ્યધર્મનો ગુણધર્મ છે પ્રેમ. આ બધી ઉપાસના પદ્ધતિઓ મનુષ્યની અંદરના માનવધર્મને જાગૃત કરવાની પક્રિયા છે. આજે આપણે આ પ્રક્રિયાઓને જ ધર્મ માની બેઠા છીએ, પરંતુ ખરેખર આ બધી પદ્ધતિઓ સીડીઓ છે, માધ્યમ છે, અંતિમ લક્ષ્ય નથી. પહોંચવાનું અંતિમ સ્થાન નથી.
જો મનુષ્યે સાચા ધર્મ સુધી પહોંચવાનું હોય તો આ બધાની ઉપર તેણે ઉઠવું જોઈશે. ઈશ્વરપ્રાપ્તિ માટે ઈશ્વરીય સ્વરૂપ સુધી પહોંચવુ જોઈશે. ઈશ્વરે આપણને જેવા ઉત્પન્ન કર્યા છે, ત્યાં સુધી પહોંચવું. એટલે કે દેહ, આત્મા, કુંડલિની જે ઈશ્વર દ્વારા પ્રદાન કરેલું સ્વરૂપ છે, ત્યાં પહોંચવું જ આત્મિક પ્રગતિ છે.
પોતાની આત્મિક પ્રગતિ માટે આપણે માટે આપણે નામ, ભાષા, જાતિ, ધર્મ વિગેરેથી ઉપર ઉઠવું જોઈશે. બધા આવરણોને ઉતારવા જોઈશે. જેમ સમાજમાં રહેવા માટે કપડાંની આવશ્યક્તા છે, જ્યારે કે હિમાલયમાં રહેવાવાળા યોગી નગ્નઅવસ્થામાં, જેવા પેદા થાય, તે જ સ્થિતિમાં રહે છે. તેમને કપડાંની પણ આવશ્યક્તા નથી.
પાણીનો ગુણધર્મ છે, વહેવું. અગ્નિનો ગુણધર્મ છે, સળગવું. તે જ રીતે મનુષ્યનો ગુણધર્મ છે, પ્રેમ. જે પ્રેમને સમાપ્ત કરે છે, તે મનુષ્યને મનુષ્યથી વિભાજીત કરે છે. તે કદી ધર્મ ન થઈ શકે. ધાર્મિક કટ્ટરતા જ ધાર્મિકતા માટે બહુ મોટી બાધા છે. તે જ ધર્મ આગળ વધી શકે છે, જે ધર્મમાં સમયાનુસાર પરિવર્તન થાય, સ્થિતિ સાપેક્ષ હોય, ફલેક્સિબિલિટી (લચીલાપણું) હોય, ઉદાહરણ છે, દાંત અને જભ.
મધુચૈતન્ય : એપ્રિલ-જૂન, 2003.
Comments
Post a Comment