ગુરુમંત્ર આત્મસાત્ કરવો એટલે શું?
પ્રશ્ન 27: ગુરુમંત્ર આત્મસાત્ કરવો એટલે શું?
સ્વામીજી : ગુરુમંત્ર ફક્ત કેટલાક શબ્દોનો સમૂહ નથી, ગુરુમંત્ર તે પવિત્ર ગુરુઓના ત્યાગનો, તપસ્યાનો, સાધનાનો એક સજીવ સ્ત્રોત છે. તેની અંદર પ્રત્યેક શબ્દમાં એક ચૈતન્ય શક્તિ ભરેલી છે. તે જ કારણે તે મંત્રને આત્મસાત્ કરવો એટલે તે મંત્રના માધ્યમ દ્વારા પોતાના અસ્તિત્વને વિશ્વચેતનામાં મર્જ(વિલીન) કરવું છે. આ મંત્રની ઉર્જા ઉધ્વગામી છે. ઉધ્વગામી એટલે એક લેવલથી બીજા લેવલ સુધી, બીજા લેવલથી ત્રીજા લેવલ સુધી આવા સાત પગથિયાં પાર કરીને આ મંત્ર આપને એક શૂન્યની અવસ્થા પ્રદાન કરે છે. જે ધ્યાનથી પણ ઉપરની એક સ્થિતિ છે. નિર્વિચારતાથી પણ ઉપરની એક સ્થિતિ છે. આ ફક્ત શબ્દોનો સમૂહ નથી. તેની ઉર્જાની સાથે, તેની શક્તિની સાથે જોડાવું જ તેને આત્મસાત્ કરવું છે. મેં મારા જીવનમાં 'શ્રી શિવકૃપાનંદ સ્વામી' આ નામ કદી પણ નથી સાંભળ્યું. આપે સાંભળ્યું હોય તો ખબર નથી. શિવાનંદ હશે, કૃપાનંદ હશે, પરંતુ સંપૂર્ણ એક નામ... આ નામની અંદર સંપૂર્ણ ઉર્જા ભરેલી છે અને એક સ્થાનથી બીજા સ્થાન સુધી ફક્ત તે ઉર્જાના માધ્યમ દ્વારા આપણે પહોંચી શકીએ છીએ. આવા ઉર્જા ભરેલા મંત્રનું માધ્યમ બનાવીને ગુરુઓએ પોતાની શક્તિઓ આપણાં સુધી પહોંચાડી છે ...Continue...
મધુચૈતન્ય : જુલાઈ-સપ્ટેમ્બર, 2009.
Comments
Post a Comment