સામૂહિકતાનો શું અર્થ છે? તેનું શું મહત્વ છે?
પ્રશ્ન 16: સામૂહિકતાનો શું અર્થ છે? તેનું શું મહત્વ છે?
સ્વામીજી : જ્યારે ઘણા બધા સાધક શારીરિક રૂપે એકત્ર થાય, તેમના વિચાર એક હોય, તેમનું લક્ષ્ય એક હોય, તે બધાનું સમર્પણ એક જ સ્થાને હોય, ત્યારે તેને સાચા અર્થમાં "સામૂહિકતા" કહી શકાય છે. આપે જોયું હશે કે જ્યારે આપ કોઈ કામ એવા દિવસે કરો છો, જ્યારે તેને બીજા પણ ઘણા બધા લોકો કરે છે (જેમ સોમવારે શિવમંદિર, મંગળ-શનિવારે હનુમાન મંદિરે જવું, બુદ્ધપૂર્ણિમાના દીવસે ગૌતમ બુદ્ધનું નામસ્મરણ કરવું વગેરે), ત્યારે આપને વધારે આનંદ મળે છે. આવું એટલે થાય છે કારણ કે ત્યારે આપને સામૂહિકતા મળે છે. બધા લોકો એક સાથે ભગવાનનું નામસ્મરણ કરે છે. બીજું ઉદાહરણ કેનેડાનો નાયગ્રા ફોલ છે. ત્યાં જવાથી ખૂબ જ સારું લાગે છે કારણ કે એક સાથે ઘણા બધા પાણીની સામૂહિકશક્તિ ત્યાં વહે છે. સામૂહિકતામાં જ્યારે આપ ભળી જાઓ છો, ત્યારે એક પ્રભાવશાળી શક્તિ વહેવા લાગે છે અને ત્યાં આપનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. આપનામાં એટલી શક્તિ ન હોય છતાં આપ શક્તિશાળી બની જાઓ છો... Continue...
ચૈતન્ય ધારા, પાનાં નં.-14.
Comments
Post a Comment