ધ્યાન એટલે શું ?
પ્રશ્ન 12: ધ્યાન એટલે શું? ધ્યાનની શું આવશ્યક્તા છે?
સ્વામીજી : વર્તમાનમાં રહેવું એટલે ધ્યાન છે. જ્યારે આપણે વર્તમાનમાં રહીએ છીએ તો આપણાં મનમાં ભૂતકાળ કે ભવિષ્યકાળના વિચાર નથી આવતા. આ નિર્વિચાર સ્થિતિમાંથી ધ્યાનમાં જઈ શકાય છે. ધ્યાનમાં આપણે વિશ્વચેતનાની સાથે જોડાઈ જઈએ છીએ અને તે ચેતનાને ગ્રહણ કરીએ છીએ. વર્તમાન સમયમાં આપણે બધા આસપાસના વાતાવરણથી મુશ્કેલી અનુભવ કરીએ છીએ. સમાજમાં વ્યાપ્ત દુર્ગુણો, અપરાધ, નશા, જાતિભેદ, ધર્મભેદ, અશાંતિથી આપણે મુશ્કેલીનો અનુભવ કરીએ છીએ અને તેને દૂર કરવાનો માર્ગ શોધીએ છીએ... આ બધાનો એક માત્ર ઉપાય છે - આપણે ફક્ત પોતાની જાતને સુધારી લઈએ, તેનાથી સમાજ-રાષ્ટ્ર-વિશ્વ સુધરી જશે અને તેનો માર્ગ છે - આત્મજ્ઞાન... આ બધું "ધ્યાનયોગ" દ્વારા સંભવ છે. ખરેખર ધ્યાન યોગ એટલે ધ્યાન + યોગ. ધ્યાનને દૈનિક કાર્યો સાથે જોડવું...જીવનમાં ધ્યાનને જોડવાથી જે સારું છે - સત્ય છે, તે જ રહેશે, બાકી બધું છૂટી જશે.
ચૈતન્ય ધારા, પાનાં નં.-12.
Comments
Post a Comment