ગુરૂ દેવે કહ્યું, "તમારા દ્વારા ત્રણ પ્રકારના આત્માઓ આ આત્મગ્યાન ગ્રહણ કરશે.
14. જય બાબાસ્વામી,
ગુરૂ દેવે કહ્યું, "તમારા દ્વારા ત્રણ પ્રકારના આત્માઓ આ આત્મગ્યાન ગ્રહણ કરશે.
1. પહેલા, આત્મગ્યાન પ્રાપ્ત કરીને આ જ જન્મમાં તેને સંભાળીને રાખશે અને તેના સહારે આ જ જન્મમાં મોક્ષ પ્રાપ્ત કરશે અને મોક્ષ પ્રાપ્ત કરીને આ જ જન્મમાં ગુરૂકૃપાના રૂણમાંથી મુક્ત થઈ જશે અને પોતાની મોક્ષ પ્રાપ્તિ કરીને પોતાની ગુરૂદક્ષિણા આજ જન્મ માં આપી દેશે.
2. બીજા તે આત્મા હશે જે આત્મગ્યાન તો ગ્રહણ કરશે, પરંતુ ધ્યાન નહિ કરે અને તે તેના આગલા જન્મમાં મોક્ષ પ્રાપ્તિ કરશે. કારણ, આ જન્મમાં તે સંસારિક માયામાં અટવાઇને ધ્યાન નહિ કરી શકે અને પછી ધ્યાન કરવા માટે જ આગલો જન્મ લેશે અને મોક્ષ પ્રાપ્ત કરશે. આગલા જન્મમાં મોક્ષ પ્રાપ્તિ કરીને પોતાની ગુરૂદક્ષિણા તમને અર્પણ કરશે.
3. ત્રીજા, જે આત્માઓ હશે તે આજ જન્મ માં બધી અનૂભૂતિ ગ્રહણ કરી લેશે, ફક્ત આ સંસારિક માયાજાળમાં અટકી ને ધ્યાન નહિ કરે, તો આ સંપૂર્ણ બ્રમ્હગ્યાન લઈ ચૂક્યા હશે અને તેમની દશા ખૂબ વિચિત્ર થશે. આ બીજો જન્મ પણ નહિ લઇ શકે. કારણ, આજ જન્મમાં મોક્ષ ઇચ્છે છે, પરંતુ મોક્ષ માટે આ જન્મમાં પોતાની સ્થિતિ નથી બનાવી. તેથી મોક્ષ પણ નથી મળી શકતો અને નવો જન્મ લેવા નથી માંગતા. તેથી નવો જન્મ પણ નથી મળી શકતો. આવા આત્માઓ ભૂતયોનિ પ્રાપ્ત કરશે. કેમકે પોતાના જીવનકાળમાં બધું 'બ્રહ્મગ્યાન' પ્રાપ્ત કરી લીધું, પરંતુ જીવનમાં તેને અનુરૂપ આચરણ ન કયું.
તારા જીવનકાળમાં આવા ઘણા આત્માઓને ભૂતયોનિ પ્રાપ્ત થવાની છે. પછી કોઈ સદગુરુ જ્યારે તેમના માટે પ્રાથના કરશે, તેમની ઉપર કૃપા કરશે, ત્યારે તેમને મોક્ષ પ્રાપ્ત થશે. ત્યાં સુધી વર્ષો સુધી આ આત્માઓ ભટકતા રહેશે."
હિ.સ.યોગ. ૧પેજ. ૧૭૨.
Comments
Post a Comment