પરમાત્મા એક છે. પરમાત્મા સર્વત્ર છે. અંદર પણ પરમાત્મા છે, બહાર પણ પરમાત્મા છે,
11. જય બાબાસ્વામી,
" જેમણે પોતાની અંદરના પરમાત્માને જાણી લીધા, તેઓ બહારના પરમાત્માને પણ જાણી જ લેશે.
પરમાત્મા એક છે. પરમાત્મા સર્વત્ર છે. અંદર પણ પરમાત્મા છે, બહાર પણ પરમાત્મા છે, પરંતું અંદરના પરમાત્માને જાણવા સહેલા છે. કારણ, તે વધારે નજીક છે, આપના છે, આપના માટે છે, આપની સુવિધા અનુસાર છે, આપને અનુરૂપ છે, આપની સ્થિતિ અનુસાર છે, આપની પકડમા છે, આપની પહોચમાછે. તે અને આપ અલગ નથી. આપનુ તેના સિવાય કોઈ અસ્તિત્વ નથી.
આપ જેને 'હું' સમજો છો, તે 'હું' શરીરનો અહંકાર છે. આપને જેવો આપનો બોધ થઈ જશે, આપનો બધો શરીરનો અહંકાર દૂર થશે. કારણ, આપ જાણી ગયા હશો કે આપ એક આત્મા છો. "
હિ.સ.યોગ. ૧ પેજ. ૮૦.
Comments
Post a Comment