"ધ્યાન" કર્યા પછી મનુષ્ય શારીરિક સ્તરેથી ઉપર ઉઠી આત્મિક સ્તરે પહોંચી જાય છે.
"ધ્યાન" કર્યા પછી મનુષ્ય શારીરિક સ્તરેથી ઉપર ઉઠી આત્મિક સ્તરે પહોંચી જાય છે અને પછી તેના આત્મામાંથી રસની ધાર નીકળે છે અને તે રસધારમાં અંદરથી આત્માનુ સુખ અનુભવે છે. જેણે આ સુખ પ્રાપ્ત કરી લીધું, તે હંમેશા સુખી રહેછે અને તે પોતાના જ આનંદમાં મસ્ત રહે છે.
આવા સમયે બહારની સ્થિતિઓ તેને પ્રભાવિત નથી કરતી. તે પોતાનો સાક્ષીભાવ રાખીને જીવનની પરિસ્થિતિઓને જુએ છે. સાક્ષીભાવ હંમેશાં જળવાઈ રહેવાના કારણે "બધા ખેલ પરમાત્માના છે ", એમ વિચારી ને રહેછે અને સાક્ષીભાવ રહેવાના કારણે પરમાત્માની શક્તિ સાથે હંમેશાં જોડાઇ રહે છે અને આત્માના સુખનો અનુભૂતિના રૂપમાં આનંદ પ્રાપ્ત કરતો રહે છે.
એકવાર આમ કરતાં આવડી જાય તો પછી બહારની પરિસ્થિતિઓ ગમે તેવી હોય તે મનુષ્ય હંમેશાં સુખી જ રહે છે. "આત્માનુ સુખ જ શાશ્વત સુખ હોય છે, તે હંમેશાં હોય જ છે. કારણ આ સુખ અંદરથી જ પ્રાપ્ત થતું જ રહે છે. "
-હિ.સ.યોગ. ૧. પેજ. ૨૯૭.

Comments
Post a Comment