મનુષ્યનો વ્યર્થ અહંકાર છે, 'હું' કરી રહ્યો છું.
20. જય બાબાસ્વામી,
" મનુષ્યનો વ્યર્થ અહંકાર છે, 'હું' કરી રહ્યો છું. તે જાણી જશે, તે એક શ્વાસ પણ વધારે નથી લઇ શકતો જીવનતો થોડા શ્વાસ ની દોરી છે. એક એક શ્વાસ મહત્વપૂર્ણ છે. મનુષ્ય દસ શ્વાસ સકારાત્મક લે અને એક શ્વાસ પણ નકારાત્મક લે તો ફરી તે મૂળ સ્થાને પાછો આવી જાય છે, .
આમ,કરી-કરીને મનુષ્ય આખું જીવન સમાપ્ત કરી નાખે છે અને જ્યારે દેહ ત્યાગ કરે છે , તો દેહનો અહંકાર પણ તૂટી જાય છે અને પછી પસ્તાય છે. મેં મારું આખું જીવન અનાવશ્યક વિચાર કરવામાં જ વેડફી નાખ્યું અને હવે આ ભૂલ નહીં કરું, વિચારીને ફરી બીજો જન્મ લે છે અને આ જન્મ મત્યુનુ ચક્ર સમાપ્ત થતું જ નથી.
અહંકાર વાસ્તવમાં, શરીરના મળમૂત્ર સમાન હોય છે. તેનો સંપૂર્ણ નાશ નથી કરી શકાતો, પરંતુ નિયંત્રણ કરી શકાય છે. સ્વયં પોતાને જાણ્યા બાદ મનુષ્યને પોતાની હેસિયત ખબર પડે છે અને હેસિયતની ત્યારે ખબર પડે છે, જયારે તે વિશાળતાને ગ્રહણ કરે છે. એટલે કે, વિશાળતાનો અનુભવ થયા વગર પોતાના અસ્તિત્વની ખબરજ ન પડી શકે."
હિ.સ.યોગ. ૧ પેજ.૩૫૭
Comments
Post a Comment