વર્તમાનનુ જીવન પૂર્વજન્મના ફળને ભોગવવા જ હોય છે.

62.  જય બાબાસ્વામી, 
"   મનુષ્ય પૂર્વજન્મમાં  જે કર્મ કરે છે,  તેને અનુરૂપ ફળ ભોગવે છે. સારા કર્મ કરે તો તેનું સારું ફળ ભોગવે છે અને ખરાબ કર્મ કરે તો તેનું ખરાબ હળ ભોગવે છે. એટલે કે આ વર્તમાનનુ જીવન પૂર્વજન્મના ફળને ભોગવવા જ હોય છે.
મનુષ્યને પોતાના ખરાબ કર્મોના ફળ ભોગવવાનો સમય , ખૂબજ મુશ્કેલ હોય છે. આવા સમયે તેને વધારાની ઊર્જા શક્તિની જરૂર હોય છે, જે તેને ખરાબ ફળ ભોગવવામાં મદદ કરી શકે.
મનુષ્યમાં ખરાબ કર્મ કરવાની  શક્તિ ખૂબ હોય છે, પરંતુ ખરાબ કર્મનુ ખરાબ ફળ ભોગવવાની શક્તિ બિલકુલ નથી હોતી અને તેથી થોડાથી જ મનુષ્ય તૂટવા લાગે છે અને આવા સમયે જ, મનુષ્યને તૂટવાથી બચવા માટે એક વધારાની ઊર્જાશક્તિની આવશ્યકતા હોય છે. તે વધારાની ઊર્જાશક્તિના બે પ્રભાવ હોય છે.  એક તો મનુષ્ય દ્વારા ફળ ભોગવતી વખતે તે અસ્થાયીરૂપે તેને સહનશીલતા પ્રદાન કરે છે અને બીજી તરફ , તેવું કામ ન કરવાનું શીખવાડે છે અને સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે.  
આવી વધારાની ઊર્જાશક્તિ મનુષ્ય ફક્ત ઈશ્વરભક્તિથી અથવા સદગુરુના સાનિધ્યમાં મેળવી શકે છે. "
હિ.સ.યોગ. ૩, પેજ. 376.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी