સમર્પણનો અર્થ છે, આપની પાસે જે કંઇ છે, તે બધું સમર્પણ કરી દેવાનુ છે
15. જય બાબાસ્વામી,
"અર્પણ અને સમર્પણ"
"સારા ભાવની સાથે, આપની પાસે જે કંઇ સારું છે તેમાંથી થોડું અર્પણ કરવું, તે થયું, અર્પણ અને સમર્પણનો અર્થ છે, આપની પાસે જે કંઇ છે, તે બધું સમર્પણ કરી દેવાનુ છે.
લોકો બધું સમર્પણ કરી દેવું એટલે બધી ધન સંપત્તિ આપી દેવી, આખું શરીર આપના કાર્ય માટે આપી દેવું, અથવા જીદગીભર ગુરૂનુ કાર્ય કરવાનું વ્રત લેવું આ પ્રકારના અર્થ કરે છે. આ પ્રકારના અર્થ ખોટા છે.
' ગુરૂ ' શબ્દ આત્મિક સ્તર છે અને ધન સંપત્તિ ભૌતિક સ્તરની હોય છે. એટલે ધન સંપત્તિ નો સમર્પણ સાથે કોઈ સંબંધ નથી. શરીરથી જીવનભર ગુરૂનુ કાર્ય કરવું અથવા શરીર જ ગુરૂના કાર્યમાં સોપવુ પણ સમર્પણ નથી.
સૌથી પહેલાં સમર્પણ શબ્દનો અર્થ સમજવો આવશ્યક છે.'સમર્પણ' શબ્દ આત્મિક છે. તો, કરાતા સમર્પણનો ભાવ પણ આત્મિક જ હોવો જોઇએ. ' સમર્પણ ' શબ્દનો અર્થ છે, પોતાની જાતને શારીરિક રૂપે સંપૂર્ણ નષ્ટ કરીને આત્મિક રૂપે પોતાના ગુરૂની આત્મિક શક્તિઓમાં સમાહિત થઈ જવું."
હિ.સ.યોગ.૧ પેજ. ૧૯૭.
Comments
Post a Comment