" સંતો માટે કોઈ જમીન સારી કે કોઈ જમીન ખરાબ નથી હોતી.
🌹9. જય બાબાસ્વામી,🌹
" સંતો માટે કોઈ જમીન સારી કે કોઈ જમીન ખરાબ નથી હોતી. તે જમીનની સારી કે ખરાબ સ્થિતિ નથી જોતા. તેઓ સમગ્ર ધરતીની શક્તિ સાથે જોડાયેલા હોય છે. તેના કારણે સંત કોઈપણ ભૂમિ પર નિવાસ કરે, કોઇપણ સ્થાન પર બેસે, કોઇપણ સ્થાનને તેના ચૈતન્યરૂપી શરીરનું સાનિધ્ય મળે, તે સ્થાન વિશેષ પવિત્ર થઈ જાય છે.
કારણ, તેમના સાનિધ્યમાં પ્રાપ્ત ચૈતન્ય તે સ્થાને હંમેશાં જળવાઈ રહે છે. સંતનુ શરીર નાશવાન છે, પરંતું શરીરનું ચૈતન્ય ચિર સ્થાયી હોય છે. તે સંતના જીવનની સમાપ્તિ પછી સૈકડો વર્ષો સુધી અનુભૂતિઓ પ્રદાન કરતા જ રહે છે."
હિ.સ.યોગ. ૧ પેજ. ૬૫.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Comments
Post a Comment