ઝૂલો પણ આપણા જીવન જેવો જ છે.
ઝૂલો પણ આપણા જીવન જેવો જ છે.આપણે આપણા જીવનમાં માત્ર ને માત્ર વિચારોને કારણે જન્મ લઈએ છીએ. તમને આશ્ચર્ય થશે, પણ ફક્ત વિચાર....વિચારોને કારણે જન્મ થયો છે! વિચારોને કારણે જન્મ થયો એટલે??? વિચારોને કારણે આપણી આંદર ભાવ જન્મયો, ભાવ જન્મ્યો ભાવ દ્વારા કર્મ ઘટિત થયું અને કર્મ ઘટિત થયું તો પછી સારું કર્મ કર્યું, ખરાબ કર્મ કર્યું, કંઈક ને કંઈક કર્મ કર્યું અને જેવું કર્મ કર્યું, કર્મ કર્યા બાદ તે કર્મને ભોગવવા માટે બીજો જન્મ લેવો પડ્યો.અને જ્યારે બીજો જન્મ લીધો, સારા કર્મો કર્યાં,સારા કર્મોના ભોગ ભોગવવા માટે જન્મ લેવો પડ્યો. ખરાબ કર્મો કર્યાં, ખરાબ કર્મોના ભોગ ભોગવા માટે જન્મ લેવો પડ્યો.બરાબર આવી જ રીતે, એ જે ઝૂલાવાળો છે ને, ઝૂલાવાળો પરમાત્મા છે, એ આપણને કર્મો કપાવવાં માટે ધક્કો મારે છે.ઘક્કો માર્યા બાદ આપણે કર્મો કાપતાં જઈએ છીએ..કાપતાં જઈએ છીએ..અહિંયા સુધી પહોંચીએ છીએ અને અહીં આવ્યા બાદ નીચે આવીએ છીએ. પાછા કર્મો બાંધતાં જઈએ છીએ, નીચે આવીએ છીએ . અને નીચે આવીને વળી ત્યાં!! જેટલા કર્મો કાપવાં આપણે જન્મ લીધો હતો તેટલા જ કર્મો ફરી આપણે તૈયાર લીધા.અને તે જ કર્મોએ આપણને બીજો જન્મ લેવાની પડયો.
.("મ.ચૈ.મે-જૂન2017")
Comments
Post a Comment