શ્રી ગુરુશક્તિ ધામ
આ શ્રી ગુરુશક્તિ ધામ ,તે "સાધકો" ને પણ સંતુલિત કરશે. જે ધ્યાન કરે છે, જે અંદરની યાત્રા પર ચાલી રહ્યા છે, જેમની બહારની પરમાત્માની બધી શોધ સમાપ્ત થઈ ગઈ છે. હવે તે પોતાની શોધ બહાર નથી કરતા, કારણ તેમણે અનુભવ કરી લધો છે, કે પરમાત્માનુ સ્વરુપ આત્માનાં રુપમાં મારી અંદર જ છે. તેથી તે સાધકો અંદર, વધારે અંદર જાય છે. બધું ઉપરવાળાની ઉપર છોડી દીધું છે. આ સારી વાત છે, તેઓ કોઈપણ કર્મ નથી કરતા. ઉપરવાળાને પણ આપ સુધી પહોચવા માટે કર્મ ની આવશ્કતા છે. જીવિત છીએ તો કાર્યરત તો થવું પડશે. કોઈપણ પ્રકારની અતિ અસામાજીક છે. જો સમાજમાં રહેવું હોય, તો સામાજીક પ્રાણી બનીને જ રહેવું જોઈશે. આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવા શરીરની આવશ્યકતા છે. શરીરનું સંતુલન અને આત્માનું સંતુલન જ જીવતા જ મોક્ષ ની સ્થિતિ પ્રદાન કરે છે.
આધ્યાત્મિક સત્ય🦋🦋169-170
Comments
Post a Comment