અનુભૂતિ એક માધ્યમ
તમે મને યાદ કરો, ચૈતન્યરૂપે તમને તેની અનુભૂતિ અવશ્ય થાય જ છે. અેટલે ❓❓તમે મારી સાથે નથી રહેતા પણ હું તમારી સાથે સદૈ....વ રહું છું, પ્રતિ ક્ષણ રહું છું . આવશ્યકતા છે તે સાંનિધ્યને જાણવાની, તે સાંનિધ્યને ઓળખવાની.
આખા વિશ્વમાં તમારું અલગ અસ્તિત્વ છે, ફક્ત તે અસ્તિત્વને ઓળખવાની આવશ્યકતા છે, તે અસ્તિત્વને જાણવાની આવશ્યકતા છે.કાંઈ નથી, તમે એક હીરો છો જે કીચડ માં પડ્યો છે. મેં કાંઈ નથી કર્યું, માત્ર એ કીચડ સાફ કર્યેા , ધોયો અને ધોઈને તમને તમારી જ સાથે મેળવ્યા છે . એક અનુભૂતિ....તમને.....અનુભૂતિ એક માધ્યમ છે જેના માધ્યમથી તમે જાણ્યું કે તમે એક આત્મા છો.
મ.ચૈ.મે-જૂન2017 P - 8
Comments
Post a Comment