મહશિવરાત્રિનું પર્વ આત્માઓનો ઉત્સવ
મહશિવરાત્રિનું પર્વ આત્માઓનો ઉત્સવ છે. આત્માના મૂળ સ્વરૂપનું નામ શિવ છે. શિવને ભોળાનાથ પણ કહે છે. ભોળાનાથ એટલા માટે કહે છે - સૌથી સરળ, સૌથી આસાન, સૌથી જલદી કરૂણા કરનાર, પ્રસન્ન થનાર શિવ જ છે.તેમને અવિનાશી પણ કહે છે. સાક્ષાત વિશ્વચેતના કાલે પણ હતી,આજે પણ છે અન કાલે પણ રહેશે. તે વિશ્વચેતનાનું જ એક રૂપ આપણી ભીતર આત્માના રૂપમાં વિધ્યમાન છે. આજે તે છે, એટલા માટે આપણે છીએ , એટલા માટે તે આપણો માલિક છે. તો તમે 24 કલાક સમાજ માટે આપો છો, પરિવાર માટે આપો છો, દેશ માટે આપો છો ,આ...ખી દુનિયાને આપો છો. આજે આત્મચિતંન કરો કે તે શિવ માટે, તે પરમાત્મા માટે તમે તમારી દિનચર્યામાંથી કેટલો સમય આપો છો??? કેટલા ટકા આપો છો???
મ.ચૈ.-મે-જૂન2017 P - 8..
મહાશિવરાત્રીનુ ગુરુદેવનું પ્રવચનનો અંશ
Comments
Post a Comment