સાધકની ડાયરી
સવારનો લગભગ ૭:૩૦નો સમય હશે.પુજ્ય ગુરૂદેવ સાથે અમે ત્રણ સેવાધારી દાડીના સમુદ્ર કિનારે બેસીને ચર્ચા કરી રહ્યા હતા.આસ્રમ વ્યવસ્થા તથા આધ્યાત્મિક વિષયો પર ચર્ચા ચાલી રહી હતી કે અચાનક ગુરુદેવ શાંત અને મૌન થઈ ગયા, આખો બંધ કરીને બે ઘડી અંતર્મુખી થઈ ગયા. થોડો ક્ષણો માટે અમે ત્રણેય પણ જાણે કોઈ ગહન ઘટનાના સાક્ષી થવા જઇ રહ્યા હતા.થોડી જ ક્ષણો વિતી હશે કે ગુરૂદેવ બોલ્યા,``ક્યાક તો પ્રુથ્વી પર અત્યારે ભૂકંપ આવવાનો છે અથવા ક્યાક આવી ચુક્યો છે." અને પછી બે ઘડી માટે શાંત થઇ ગયા.આવી ક્ષણે અમે ત્રણેય પણ જાણે એકદમ થથરી ગયા હતા,કાઈ પણ બોલવાની હિંમત જ નહોતી થઈ રહી.પછી સ્વામીજી પોતે જ બોલ્યા કે ધરતીની અંદરના સ્તરોમા હલચલ થઈ રહી છે.પછી મને જ આના વિશે વધુ જાણવાની ઈચ્છા થઈઅને મે પુછ્યું,``બાબા,એ કેવી રીતે ખબર પડે કે ક્યાં શુ થઈ રહ્યું છે?" પુજ્ય ગુરૂદેવે સમજાવ્યું,``જેમ તમારા શરીરમાં કોઈ પણ ભાગમા માખી બેસે છે તો તમને કેવી રીતે ખબર પડી જાય છે, માખી ક્યાં બેઠો છે,બિલકુલ એ જ રીતે હુ પ્રક્રુતી સાથે સમરસ છુ.એટલા માટે ક્યાં હલચલ થઈ રહી હોય છે તે ખબર પડી જાય છે."
આસ્રમ પરત આવીને મે તરત ઈન્ટરનેટ પર જાણ્યું કે આ સમયે ક્યાં
ભુકંપ આવ્યો છે અને ત્યારે ખબર પડી કે ઈન્ડોનેશિયામા તે સમયે ધરતીનો ૮૦ કિલોમીટર અંદર ૫.૧મેગ્નિટ્યુડનો ભુકંપ આવ્યો હતો અને ઈન્ડોનેશિયા ભારતથી લગભગ ૪૪૮૩ કિલોમીટરના અંતરે છે.
આ ઘટના પછી અનુભવાયુ કે આપણે સાક્ષાત પરમાત્માના સાનિધ્યમાં,તેના જીવનકાળમા જ જીવી રહ્યા છીએ.
પુજય ગુરૂદેવના સાનિધ્યમાં
સાધકની ડાયરીમાથી
મધુચૈતન્ય- જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૯ પેજ નં ૩૫
Comments
Post a Comment