પૂજ્ય સ્વામીજી સાથે સંબંધિત સાધકોના પ્રશ્નો
પ્રશ્ન 49 : સ્વામીજી, આપે અમને સમજાવ્યું કે આપણા સ્થૂળ શરીર પર ચિત્ત વધારે આવે છે તો આપને તકલીફ થાય છે તો અમે કોશિશ કરીશું કે આપના સ્થૂળ શરીર પર અમારું ચિત્ત ઓછું જાય પરંતુ અમારે એવી કંઈ સાવધાનીઓ રાખવી જોઈએ, જેથી આપને ઓછામાં ઓછી તકલીફ થાય ?
સ્વામીજી : પહેલા, મને એવું લાગે છે કે આપનું ચિત્ત મારા સ્થૂળ શરીર પર છે કે સૂક્ષ્મ શરીર ઉપર, આ અંતર આપને સમજાવું જોઈએ. તે સમજાશે તો પછી મારી આગળની વાત સમજાશે. પહેલું એ કે જ્યારે આપનું ચિત્ત મારી ઉપર આવી રહયું છે અને આપના હાથમાં જો વાઈબ્રેશન ફીલ (અનુભવ) થઈ રહ્યા છે અને આપ મારી પાસે નથી બેઠાં અને આપના હાથમાંથી જો વાઈબ્રેશન વહી રહ્યા છે, તો તેનો અર્થ-આપનું ચિત્ત તે સૂક્ષ્મ શરીર ઉપર છે, તે ઉર્જા ઉપર છે, અને આ સ્થૂળ અને સૂક્ષ્મનું અંતર ઓળખવાનો રસ્તો છે, આ માર્ગ છે અને બીજું, સ્થૂળ શરીરનું આકર્ષણ અત્યાધિક છે, તેમાંથી ચુંબકિય તરંગો નીકળે છે. તે એટલે નીકળે છે કારણ કે જેમ-જેમ સાધકોની સંખ્યા વધતી જશે...અને વધી રહી છે ને, હમણાં જેમ મહાશિબિર બંધ કરી તો અત્યારે વીડિયો શિબિર થાય છે.
મધુચૈતન્ય : જૂલાઈ-સપ્ટેમ્બર, 2009.
Comments
Post a Comment