આત્મા , મન અને શરીર
પૂજ્ય ગુરૂદેવ એ કહ્યું . " આપણો આત્મા કંઇક ઇચ્છા કરે છે . આપણું મન કંઇક અલગ જ વિચાર કરે છે અને અમારું શરીર કંઇક અલગ જ કૃતિ કરે છે . એટલે આત્મા , મન અને શરીર આ બધામાં કોઇ તાલમેલ નથી હોતો , આજ કારણે . આપણે જે પણ ગ્રહણ કરીયે છીએ એમાં તાલમેલ જ નથી હોતો અને સંપૂર્ણપણે આપણે તે ગ્રહણ જ નથી કરી શકતા , જે ગ્રહણ કરવું જોઇએ . પરંતુ આપણે જ્યારે કોઇને પરમાત્મા માનીએ છીએ તો આ પરમાત્મા ને માનવું જ આત્મા . મન . શરીર માં એક પ્રકાર ની એકરૂપતા લાવી દે છે . કારણ કે પરમાત્માના સાંનિધ્ય માં આત્મા ને પણ સારૂં લાગે છે .સામેવાળા ગુરૂ પરમાત્મા છે કે નહીં એ અલગ વિષય છે પણ આપણું માનવું આપણા આત્મા ને પ્રસન્ન કરી દે છે.
( હિમાલય નો સમર્પણ યોગ . ભાગ 5 )
પેજ નંબર . 412
Comments
Post a Comment