પ્રશ્ન 46 : ક્યારેક-ક્યારેક અમે એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ કે અમને અંદરથી એક સાથે ઘણા ગાઈડન્સ (માર્ગદર્શન) મળે છે. તો આવી પરિસ્થિતિમાં આત્માનો અવાજ કેવી રીતે ઓળખવો ?
પ્રશ્ન 46 : ક્યારેક-ક્યારેક અમે એવી પરિસ્થિતિમાં હોઈએ છીએ કે અમને અંદરથી એક સાથે ઘણા ગાઈડન્સ (માર્ગદર્શન) મળે છે. તો આવી પરિસ્થિતિમાં આત્માનો અવાજ કેવી રીતે ઓળખવો ?
સ્વામીજી : નહીં, જો આપની (આસ્થા), આપનું સમર્પણ એક જ ગુરુ પ્રત્યે હોય; અનન્ય ભક્તિ શબ્દ છે, તેના માટે. તો, આપને 10 અવાજ કદી નહીં સંભળાય. 10 અવાજો સંભળાઈ રહ્યા છે, તેનો અર્થ છે આપણું જે ચિત્ત છે, વહેચાયેલું છે...10 જગ્યાએ આપણું ચિત્ત વહેચાયેલું છે, 10 જગ્યાની આપણી માન્યતા છે. 10 જગ્યા સાથે આપણાં કનેક્શન (સંબંધ) છે, 10 જગ્યાએથી આપણે ઉર્જા ગ્રહણ કરી રહ્યા છીએ. તો આવું કરીશું તો શું થશે? એક રૂપિયો (100 ટકા) આપણને ક્યાંયથી પણ નહીં મળે. આપણે બધા સ્થાને 10-10 પૈસા સમર્પણ મૂકી રહ્યા છીએ અને એક રૂપિયાની અપેક્ષા કરી રહ્યા છીએ, તો આવું કઈ રીતે થશે ? તો એક રૂપિયો આપને ત્યારે મળશે ને, જ્યારે આ ક્યાંય પણ એક રૂપિયો ચડાવી રહ્યા હો. તો એ જ રીતે જ્યારે આપણું સર્વસ્વ એક જ સ્થાને એકાગ્ર થશે, ત્યારે જ આપણને તેના પુરા 100 ટકા રિઝલ્ટ (પરિણામ) આવી શકે છે. નહીં તો આ પ્રકારના અવાજો આવતા રહેશે અને પછી આપ કન્ફયુઝ (ભ્રમિત) થતાં રહેશો કે આ સાચું છે કે આ સાચું છે? તો એટલે પૂરા એકાગ્ર ભાવથી, એક જ સામૂહિકતા સાથે જોડાઓ. જૂઓ, કોઈપણ માધ્યમ સાથે જોડાઓ તો પણ ચાલશે પરંતુ પૂર્ણ રીતે એક સ્થાને જોડાઓ. આપ 10 સ્થાને જોડાઓ છો તો આપ પોતે પણ અશાંત થાઓ છો અને તેના પરિણામ પણ નથી આવતાં.
મધુચૈતન્ય : જૂલાઈ-સપ્ટેમ્બર, 2009.
Comments
Post a Comment