સ્નાન કરતી વખતે ગુરૂમંત્ર ના ઉચ્ચારણ
પૂજ્ય ગુરૂદેવ  - તે  દિવસ  થી  સ્નાન  કરતી  વખતે  ગુરૂમંત્ર ના  ઉચ્ચારણ કરવાનો  મેં  નિર્ણય  કર્યો  કારણ  કે  મને  તેનો  સારો  અનુભવ  થયો  હતો  અને  તે  પદ્ધતિ  હું  સમાજ  ને  જણાવી  શકતો  હતો  ,  તેમ  લાગ્યું  કારણ કે  આ  રીતે  કરવું  બધા  માટે  સંભવ  થશે . કારણ કે  જો  કોઈ  એક  નદી નું  નામ લઈશું  તો  એક  નદીનું  ચૈતન્ય  મળશે  . પરંતુ  જો  ગુરૂમંત્ર નું  ઉચ્ચારણ  કરીશું તો  સમગ્ર  વિશ્વ ચેતના નો લાભ મળશે . તેનાથી  એક તરફ  જે  ખરાબ  ઉર્જા  દ્રારા  શરીર  પ્રભાવિત થાય છે , તે  ખરાબ  ઉર્જામાંથી  મુક્તિ  મળશે અને  બીજી તરફ  સમગ્ર શરીર  જ  ચૈતન્યમય  થઇ જશે . ખરેખર " ચૈતન્યસ્નાન "  નો  આનંદ  પ્રત્યેક  મનુષ્ય લઇ શકે છે અને  સ્નાન કરતી  વખતે મનુષ્ય કપડાં નથી  પહેરી  રાખતો  તેથી વધારે સંવેદનશીલ હોય છે . અંદર ની  સંવેદનાઓ અતિ સુક્ષ્મ હોય છે  અને  તે  સૂક્ષ્મ  સંવેદનાઓનો  અનુભવ  કરવા  માટે  શરીરનું  પણ  સંવેદનશીલ  હોવું  આવશ્યક છે.
અતિ  વૈચારિક  પ્રદૂષણ થી  મનુષ્ય ની  સંવેદનશીલતા ઓછી થઇ ગઇ છે. નાની -  નાની  સંવેદનાઓ તો  તેને  થતી  જ  નથી .વૈચારિક  પ્રદૂષણ નો  પ્રભાવ  અંદર  અને  બહાર  , બંને  તરફ ખરાબ  પ્રભાવ  પાડે છે. અંદર જ્યાં તે  ચિત ને  દૂષિત કરે  છે.  ત્યાં  જ  બહાર  તે  શરીર ની  ત્વચાને  સંવેદનાવિહીન  કરે  છે. આ રીતે  વૈચારિક  પ્રદૂષણ  બંને  તરફ  ખરાબ  પ્રભાવ પાડે  છે .
આ ચૈતન્ય સ્નાન નો પ્રયોગ જ્યારે મેં સ્વયં પોતાની ઉપર કરીને જોયો તો ખૂબ જ અસરકારક મને લાગ્યો અને મન પ્રસન્ન થઈ ગયું ..
આ ચૈતન્ય સ્નાન નો પ્રયોગ જ્યારે મેં સ્વયં પોતાની ઉપર કરીને જોયો તો ખૂબ જ અસરકારક મને લાગ્યો અને મન પ્રસન્ન થઈ ગયું ..
હિમાલય નો સમર્પણ યોગ ભાગ - 4
પેજ નંબર - 159
જય બાબા સ્વામી .
Comments
Post a Comment