જીવંત મૂર્તિ
" તે જીવંત મૂર્તિઓ સ્વયં બોલી ઉઠશે , તેઓ મનુષ્ય ના પ્રત્યેક પ્રશ્નના ઉતર આપશે . પ્રત્યેક સમસ્યાનું સમાધાન આપશે. અશાંત મન ને શાંતિ આપશે , બયભીત મનને વિશ્વાસ આપશે , નિરાધાર ને ' આધાર ' આપશે , બીમાર ને '' સ્વાસ્થય ''
આપશે. આ મૂર્તિઓ તો " કલ્પવૃક્ષ " સમાન હશે !
આપશે. આ મૂર્તિઓ તો " કલ્પવૃક્ષ " સમાન હશે !
તેના સાંનિધ્ય માં આપ ઈચ્છો તો મેળવશો , આવી સ્થિતી હશે.
તે જમાના ના ઠુકરાવેલા મનુષ્યોને પણ અપનાવશે . તેમના દ્વાર ઉપર " ખોટા સિક્કા " પણ ચાલવા લાગશે , બસ , દર્શન કરનાર કેટલા વિશ્વાસથી આવે છે , કેટલા વિશ્વાસપૂર્વક પોતાની વાત કહે છે , તેના ઉપર બધૂં નિર્ભર હશે.

તે તો માધ્યમ છે , પરમાત્મા જ તેની અંદર બેસીને બધું સાંભળતા હોય છે , તેનો અનુભવ પણ લોકોને થશે. જે મનુષ્ય કદાચ પોતાના અહંકાર ના કારણે તેમને સમર્પિત ન થઈ શક્યા હોય , તેઓ પણ તે મૂર્તિરૂપી માધ્યમ ની સામે નમશે , તેટલા જ તેઓ ખાલી થશે અને જેટલા ખાલી થશે , તેટલા જ તેઓ ચૈતન્ય થી ભરાઈ જશે . "
તે મૂર્તિઓના માધ્યમ દ્વારા " ઈશ્વરીય અનુભૂતિ " તે લોકો સુધી પણ પહોંચશે , જે લોકો સુધી તમે તમારા જીવનકાળમાં નહિ પહોંચી શકો . એટલે કે તમારૂ કાર્ય તમારી પછી પણ અવિરતરૂપે ચાલતું જ રહેશે અને ગુરૂઓની કૃપા માં પ્રાપ્ત થયેલી શક્તિઓને અેક શરીરમાં જ રાખવી ક્યાં સુધી ઉચિત છે ?
તે શક્તિઓને તમારા જીવનકાળમાં વિભાજિત કરો..
...
હિમાલય સમર્પણ યોગ ભાગ - 4
પેઈજ નંબર - 286
તે શક્તિઓને તમારા જીવનકાળમાં વિભાજિત કરો..
...
હિમાલય સમર્પણ યોગ ભાગ - 4
પેઈજ નંબર - 286
Comments
Post a Comment