કર્મથી મુક્તિ

હમણાં હાલમાં જ થયેલા ચૈતન્ય મહોત્સવમાં છેલ્લા દિવસે ધ્યાનનો જે કાર્યક્રમ થયો એ એક અલગ અનુભવ હતો અને જે આત્માઓએ તે પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રૂપે તેમાં જોડાયાં,તેઓ ખુબજ ભાગ્યશાળી હતા.પરંતુ દરેક લોકો એ ચૈતન્યનો પ્રસાદ લઈ શકે એટલા માટે હવે સૌને એનો અનુભવ કરાવવાના ઊદેસથી આ સીડીથી પ્રસાર કરો,આને જ ગિફ્ટ કરો એટલે જે પ્રસાદ આપણે મંદિરમાં જઈને લઈ આવ્યા છીએ, એ પ્રત્યેક મનુષ્યને મળે કારણે કે આખુ વિસ્વ જ આપણો પરિવાર છે . `વસુધૈવ કુટુમ્બકમ્' આપણૉ ઘોષ વાક્ય છે. બધા મનુષ્ય ભાગ્યશાળી નથી હોતા કે જે મંદિરે જઇ શકે અને પરમાત્માનુ સાનિધ્ય પામી શકે . છેલ્લા ત્રણ દિવસથી સવારે હુ આનાથી જ ધ્યાન કરી રહ્યો છું . આજે લાગ્યું કે આ પ્રસાદ બધાને મળવો જોઈએ, એટલા માટે આ સંદેશ લખ્યો છે .
             તમને સૌને ખુબ ખુબ આશીર્વાદ!            
                              તમારા પોતાના,    બાબા સ્વામી
૦૮/૧૨/૨૦૧૮

(સંદર્ભે:પૂજ્ય ગુરુદેવનો સોશ્યલ મિડિયા પર પ્રસારિત સંદેશ)

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी