ઈચ્છા, લક્ષ્ય અને આશક્તિમાં શું અંતર છે ?

પ્રશ્ન 45 : ઈચ્છા, લક્ષ્ય અને આશક્તિમાં શું અંતર છે ?

સ્વામીજી : લક્ષ્ય તો ખૂબ મોટાં-મોટાં હોય છે, ઈચ્છાઓ ક્ષણિક હોય છે. ઈચ્છા હોય છે ને ? ક્ષણમાં અને વારંવાર ઉતપન્ન થતી હોય છે, ક્યારેક આ ઈચ્છા થઈ, ક્યારેક તે ઈચ્છા થઈ અને લક્ષ્ય જીવનમાં એક જ હોય છે...એક જ લક્ષ્ય હોય છે. ખરેખર તો, પ્રત્યેક મનુષ્યનું લક્ષ્ય પૂછોને, તો મોક્ષને પ્રાપ્ત કરવો એ જ લક્ષ્ય છે. આ જ તેનો ઉદ્દેશ હોય છે અને ત્રીજું શું છે - આસક્તિ. આસક્તિ એટલે તમારું કોઈપણ લોભથી, કોઈપણ મોહથી તેની તરફ આસક્ત થવું, આ આસક્તિ છે. ત્રણેય અલગ-અલગ પ્રકાર છે.

મધુચૈતન્ય : એપ્રિલ - જૂન, 2009.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी