પ્રશ્ન 47 : હે ગુરુદેવ, અમે અમારી અંદર છુપાયેલી સ્ત્રીશક્તિને કેવી રીતે વિકસિત કરીએ ? તેને કેવી રીતે જાણીએ ? અને અમારે શું કરવું જોઈએ ?
પ્રશ્ન 47 : હે ગુરુદેવ, અમે અમારી અંદર છુપાયેલી સ્ત્રીશક્તિને કેવી રીતે વિકસિત કરીએ ? તેને કેવી રીતે જાણીએ ? અને અમારે શું કરવું જોઈએ ?
સ્વામીજી : જૂઓ, આમાં પહેલા આપે ધ્યાન કરવું પડશે, મેડીટેશન કરવું પડશે અને મેડીટેશન કરીને આપે અંદરની સાઈડ (ની તરફ) ઉતરવું પડશે. જેમ-જેમ આપ અંદર ઊતરતાં જશો તો સ્ત્રીશક્તિનો અમૃતકુંભ આપની જ અંદર છે. તેનો અહેસાસ આપને ધીરે-ધીરે, ધીરે-ધીરે થતો જશે અને થયા પછી તેને આપ એક સાચી દિશા આપી શકો છો, સાચો માર્ગ બતાવી શકો છો, સાચા રસ્તા પર તેને લઈ જઈ શકો છો અને તેનાથી આપ આપનું પણ ભલું કરી શકો છો, આપ બીજાનું પણ ભલું કરી શકો છો. પરંતુ અંદર જવા માટે એક સમર્પણનો ભાવ અત્યંત આવશ્યક છે અને તે સ્ત્રીશક્તિમાં સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે.
મધુચૈતન્ય : એપ્રિલ-જૂન, 2009.
Comments
Post a Comment