આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિના માર્ગમાં બીજું કાંઈ બાધક નથી , આપણે સ્વયં જ બાધક છીએ
આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિના માર્ગમાં બીજું કાંઈ બાધક નથી , આપણે સ્વયં જ બાધક છીએ કારણ , આપણી અંદરની નાનમાં નાની ઈચ્છા પણ પ્રગટ થઈ જાય છે , આપણી અંદરની લાલચ જાગૃત થાય જાય છે અને આ જ આપણને પોતાના સ્થાયી ઉકેળથી આસ્થાયી ઉકેલ તરફ ધકેલી દે છે , અંદરના સૂપ્ત દોષ પણ પ્રગટ થઈ જાય છે , તેથી ધ્યાન પહેલા ચિત્તશુધ્ધિ આત્યંત આવશ્યક હોય છે કારણ , ચિત્ત જેટલું શુધ્ધ હશે, આપણે આપણી પ્રગતિ એક યોગ્ય દિશામાં કરી શકીશું. ગુરુ હંમેશા પોતાની એક મસ્તીમાં મસ્ટ હોય છે, આપણે જ તેમની પાસે જઈને ગ્રહણ કરવું પડે છે , તેમના સાંનિધ્યમાં રહી શકવું એ પણ એક મોટી ઘટના છે , આ બરાબર તેવું જ છે કે નદીના કિનારે ઉપર બેઠા રહેવાથી, ક્યારેકને ક્યારેક તો લહેર આવશે જ. કિનારાની પાસે જ્યારે બેઠા હોઈને છીએ ત્યારે લહેરની સંભાવના પણ જનવાઈ રહે છે. આપણા પૂર્વકર્મ નષ્ટ થવામાં જ ગુરુસાંનિધ્યની વધારે સમયાવધિ વ્યતીત થાય છે અને આ કર્મોનાં નષ્ટ થાય બાદ જો આપણે ગુરુનાં સાંનિધ્યમાં રહી શકીએ તો આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
ભાગ - ૩ - ૧૯૮
Comments
Post a Comment