પરમાત્મા ખૂબ દયાળુ છે તે પત્યેકને જીવનમાં અવસર આપે છે
" મને મારા શરીરનું અસ્તિત્વ ઝોળીની જેવું લાગી રહ્યું હતું. તે લેતુ પણ ન હતું અને દેતુ પણ ન હતું. શરીર ફક્ત ઝોળીની જેમ ફરી રહ્યું હતું. તે ઝોળીમાં આપનારા આપી રહ્યા હતા અને લેનારા લઈ રહ્યા હતા. બધું 'થઈ' રહ્યું હતું.
જેટલા લોકો લેતા હતા, ઝોળીનુ કદ તેટલુ જ મોટું થઈ જતું હતું. ઝોળીમાં જે કંઈ આવે છે, તે ન'તો તેણે મેળવ્યું હોય છે અને ન'તો મેળવવાની ઈચ્છા હોય છે. બધું ગુરુકૃપાથી, ગુરુની કરુણાથી જ વરસતુ રહે છે અને ઝોળી કોઈ ને સ્વયં કઇ આપી નથી શકતી. કારણ, ઝોળી લેવા-દેવાથી પણ પર છે.
ઝોળી ફક્ત આપની સામે આવી શકે છે. આપ ઈચ્છો તો તેમાંથી કંઈક લઇ શકો છો, તે પણ આપની પાત્રતા અને વર્તમાનમાં રહેવાની સ્થિતિ અનુસાર.
પરમાત્મા ખૂબ દયાળુ છે તે પત્યેકને જીવનમાં અવસર આપે છે, પ્રત્યેકની સામે ઝોળી લાવી દે છે, મનુષ્ય લે કે ન લે, મોક્ષનો અવસર પ્રત્યેક મનુષ્યને જીવનમાં મળે જ છે. પરમાત્મા પોતાનું કાર્ય કરતાં જ રહે છે. પ્રત્યેક મનુષ્યના જીવનમાં એકવાર તો ઝોળીરૂપી માધ્યમ તેની સામે આવે જ છે. મનુષ્ય તેના દ્વારા ગ્રહણ કરે, ન કરે, તે તેની ઉપર છે. "
-હિ.સ.યોગ.૩, પેજ. ૧૧૧.
Comments
Post a Comment