ગુરુશક્તિધામો સાથે લોકોનો ભાવનાત્મક સંબંધ સ્થાપિત થશે.
" આ ગુરુશક્તિધામો સાથે લોકોનો ભાવનાત્મક સંબંધ સ્થાપિત થશે. આ શક્તિસ્થાનો સાથે સ્ત્રીશક્તિનો એક વિશેષ સબંધ હશે. સ્ત્રીશક્તિના ભાવનાપ્રધાન સ્વભાવના કારણે આ સ્થાન તેમના માટે સંજીવનીનું કાર્ય કરશે.
તેમને તરત પરિણામ પ્રાપ્ત થશે. જ્યારે તેઓ દર્શનનો સંકલ્પ પણ કરશે, તો પણ તેમના કાર્ય ઘટિત થઈ જશે. આ રીતે તેમની ઇચ્છાઓ તેમના આવતા પહેલાં જ પૂર્ણ થઈ જશે.
તેથી જ્યારે તેઓ દર્શન માટે આવશે તો નિષ્કામ ભાવથી આવશે. ફક્ત ગુરુશક્તિઓ સાથે જોડાવા માટે આવશે.
સ્ત્રી જાતિનો બીજો ગુણ છે - વહેચવુ. તે પોતાની પાસે કંઈ રાખી જ નથી શકતી. તે હંમેશાં વહેચતી રહે છે અને પોતાના આ સ્વભાવના કારણે તેઓ આ સ્થાનની અનુભૂતિ પણ વહેચશે અને તેઓજ આ સ્થાનોનુ પ્રચારકાર્ય કરશે. આ પ્રકારે, આ સ્થાનો દ્વારા સ્ત્રીઓને બેવડો ફાયદો થશે."
- હિ.સ.યોગ.૩, પેજ. ૧૩૭.
Comments
Post a Comment