ધ્યાન પહેલા ચિત્તશુધ્ધિ અત્યંત આવશ્યક હોય છે

"  આધ્યાત્મિક ગ્યાનની પ્રાપ્તિના માર્ગમાં બીજું કોઈ બાધક નથી, આપણે સ્વયં જ બાધક છીએ કારણ, આપણી અંદરની નાનામાં નાની ઈચ્છા પણ પ્રગટ થઈ જાય છે, આપણી અંદરની લાલચ જાગૃત થઈ જાય છે અને આ જ આપણને પોતાના અસ્થાયી ઉકેલ તરફ ધકેલી દે છે.

તેથી ધ્યાન પહેલા ચિત્તશુધ્ધિ અત્યંત આવશ્યક હોય છે કારણ, ચિત્ત જેટલું શુધ્ધ હશે, આપણે આપણી પ્રગતિ એક યોગ્ય દિશામાં કરી શકીશુ.  ગુરુ હંમેશાં પોતાની એક મસ્તીમાં મસ્ત હોય છે. આપણે જ તેમની પાસે જઈને ગ્રહણ કરવું પડે છે, તેમના સાનિધ્યમાં રહી શકવુ, એ પણ એક મોટી ઘટના છે.

આધ્યાત્મિક ગ્યાન પ્રાપ્ત કરવું એટલું સરળ નથી.  તેમાં કોઇ સમયાવધિ નથી હોતી અને કોઇ નિયમ પણ નથી હોતા. બધું જ એક ' સમર્પણ ' પરજ નિર્ભર હોય છે."

હિ.સ.યોગ.૩, પેજ. ૧૯૮.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी