ગુરુશક્તિઓ આદિ અને અંત બંને છે.
'ગુરુશક્તિઓ' આદિ અને અંત બંને છે. જ્યાં અંત લાગે છે, ત્યાં જ ફરી શરૂઆત થઈ જાય છે. અને શક્તિઓનું ચક્ર ચાલતું જ રહે છે. એક જન્મ આ રહસ્યને સમજવા માટે પુરતો નથી . તેથી આપણી સંસ્કૃતિમાં ગુરુપૂજાનું મહત્વ અનાદિકાળથી છે કારણ, આ પૂજાના બહાને આપણે તે શક્તિઓની સાથે જોડાઈએ છીએ .
ખરેખર, આપણે સામૂહિકતા સાથે જોડાતા નથી. પોતાના અલગ અસ્તિત્વને જ સામૂહિકતામાં વિસર્જિત કરી દઈએ છીએ. આપણે જયારે વિસર્જિત કરીએ છીએ, તો આત્માનુ સત્યસ્વરૂપ સામે આવી જાય છે. એક એકલો આત્મા પોતાના કર્મોના ચક્કરમાંથી પોતાની જાતને મુકત ન કરી શકે, પરંતુ સામૂહિકતામાં તે મુક્ત થઈ જાય છે. "
હિ.સ.યોગ. ૩, પેજ. ૨૧૨.
Comments
Post a Comment