ગુરુના સાનિધ્યમાં રહેવું જ સર્વસ્વ નથી.
" ગુરુના સાનિધ્યમાં રહેવું જ સર્વસ્વ નથી. આપણે આ ગુરુસાનિધ્યનો ઉપયોગ કઇ દિશામાં કરી રહયા છીએ, તે મહત્વપૂર્ણ છે. ગુરુસાનિધ્ય આપણને નવી શક્તિઓ આપે છે, પરંતુ દિશા નહિ. દિશા આપણું ચિત્ત જ નક્કી કરે છે.
મહત્વપૂર્ણ છે- આપણે ગુરુસાનિધ્યમાં રહેતા હોઈએ ત્યારે આપણું ચિત્ત ક્યાં રહે છે, આપણું ચિત્ત જ્યાં હોય તે તરફ જ આપણી પ્રગતિ થશે અને આપણું ચિત્ત જે દિશામાં હશે, આપણે તે દિશામાં જ આગળ વધીશુ અને ગુરુસાનિધ્યમાં રહેતી વખતે ચિત્ત મોક્ષ તરફ જ હોય, તે જરૂરી નથી.
ચિત્ત જો ખોટી દિશામાં હોય, તો આપણે ખોટી દિશામાં જ આગળ વધી જઈશુ અને શિષ્ય તે ખોટી દિશામાં જ આગળ વધીને, ત્યાં જઈને પણ વિચારે છે કે હું તો ખોટી દિશામાં આવી ગયો અને ફરી પાછો પોતાના ગુરુ તરફ વળે છે, તો ત્યાં સુધીમાં ગુરુનુ નિર્વાણ થઈ ગયું હોય છે. એટલે કે શિષ્યની સ્થિતિ ધોબીના કુતરા જેવી થઈ જાય છે; તે નથી ઘરનો રહેતો કે નથી ઘાટનો. "
હિ.સ.યોગ.૩, પેજ.૨૧૦.
Comments
Post a Comment