જીવનમાં જીવંત ગુરુનુ મળવું માત્ર પણ એક મોટી ઘટના
" જીવનમાં જીવંત ગુરુનુ મળવું માત્ર પણ એક મોટી ઘટના છે અને આપણે તેના ફક્ત સાનિધ્યમાં પણ રહિએ, તો પણ એક દિવસ સ્નાન થઈ જશે. ગુરુની પાસે કંઈપણ અમંગલ નથી હોતું. તેઓ આપણી સાથે સારો વ્યવહાર કરે કે ખરાબ વ્યવહાર કરે, બંને સ્થિતિમાં આપણું મંગલ જ થાય છે. કારણ તેઓ તો તે વ્યવહારથી પર જ હોય છે. તેઓ વ્યવહાર કરતા દેખાય છે, પરંતું ખરેખર તે આપની સફાઇ કરતા હોય છે.
આ સફાઈમાં જ વધારે સમય લાગે છે. ઘણીવાર આપણને આપણા પૂર્વજન્મમાં કરેલા ખરાબ કર્મ નષ્ટ કરવાના હોય છે, તે પોતાના ખરાબ વ્યવહાર દ્વારા તે ખરાબ કર્મોથી આપણને મુક્તિ અપાવતા રહે છે. તે ખરાબ વ્યવહાર કરીને તે કર્મોને બાળતા હોય છે. ગુરુની પાસે અમંગલ કંઇ જ નથી હોતું."
હિ.સ.યોગ.3, પેજ. ૧૯૩.
Comments
Post a Comment