આત્મસાક્ષાત્કાર આવશ્યક છે અને તે જ્યાં સુધી ન થાય, મનુષ્ય પોતાની જાતને શરીર જ સમજતો રહેશે."
" પ્રત્યેક મનુષ્ય જાણે છે કે રામુ અલગ છે અને રામુનુ શરીર અલગ છે, પરંતુ રામુ નામનો મનુષ્ય નથી જાણતો કે તે અલગ છે અને તેનું શરીર અલગ છે. તે જીવનભર પોતાની જાતને શરીર જ સમજીને જીવે છે અને શરીર જ સમજીને શરીર છોડે પણ છે. તે કદી નથી જાણી શકતો કે હું અલગ છું; મારા આત્માના રૂપમાં અસ્તિત્વ અલગ છે અને આ શરીર અલગ છે.
તે કહે છે પણ આવું- આ 'મારો' હાથ છે, આ 'મારો' પગ છે, 'મારી' કમરમાં દુઃખાવો છે, 'મારા' પેટ માં દુઃખાવો છે. એટલે કે તે પ્રત્યેક પળ માનેછે-' હું ' એટલે 'શરીર' અને 'શરીર' એટલે ' હું '. તે પોતાની જાતને શરીરથી અલગ થઈ ને જોઇ જ નથી શકતો. આ શરીરની માયા છે. આપણે શરીર થી અલગ છીએ,
આ બોધ કરાવવા માટે આત્મસાક્ષાત્કાર આવશ્યક છે અને તે જ્યાં સુધી ન થાય, મનુષ્ય પોતાની જાતને શરીર જ સમજતો રહેશે."
- હિ.સ.યોગ. ૩, પેજ. ૧૩૦.
Comments
Post a Comment