આળસુ સાધક
હવે વાત કરીએ 'આળસુ' સાધકોની, જે આળસ કરીને ધ્યાન નથી કરતા અને પછી સામૂહિકતાની 'છત્રી'માંથી બહાર થઈ જાય છે. આવા સાધકો પોતાના પૂર્વજન્મ ના પુણ્યકર્મ ને કારણે આ જીવનમાં આત્મસાક્ષાત્કાર તો પ્રાપ્ત કરી લે છે, પણ આળસ ના કારણે નિયમિત ધ્યાન નથી કરી શકતા, અને ન તો સામૂહિકતામાં જઈ શકે છે અને ધીરે ધીરે ધ્યાન માંથી જ બહાર થઈ જાય છે. આ કારણ થી પણ ધ્યાન છૂટી જનારાની સંખ્યા ઘણી વધારે હોય છે. આ લોકો લાખોની સંખ્યામાં છે. આવા લોકો લાખોની સંખ્યામાં આવ્યા પણ આજ સુધી 1% પણ ટકી નથી શક્યા. તેઓ પહેલાં આનિયમિત થાય છે અને પછી, આ પરિસ્થિતિ સમાપ્ત થઈ જાય પછી હું ધ્યાન કરીશ, વિચારે છે, અને પરિસ્થિતિના ચક્કરમાં ક્યારેય ધ્યાન નથી પ્રારંભ કરી શકતા. મારું આવા સાધકો ને કહેવું છે કે તમારી ભીતરની સ્થિતિ ખરાબ છે, એટલા માટે બહારની પરિસ્થિતિ પણ ખરાબ છે. તમે ભીતર ની સ્થિતિ સરખી કરી લેશો તો બહાર ની સ્થિતિ આપમેળે જ ઠીક થઈ જશે. અરે બાબા, બહાર ની પરિસ્થિતિ ખરાબ એટલા માટે થઈ છે કેમકે ભીતરની સ્થિતિ ખરાબ છે. એટલા માટે ધ્યાન નું મુહૂર્ત કાઢવાની આવશ્યકતા નથી. તમે જે પરિસ્થિતિમાં છો, જ્યાં પણ છો, જેવા પણ છો, ધ્યાન ની શરૂઆત કરી દો. ભલે ને ધ્યાન ન લાગે, 30 મિનિટ ધ્યાન માટે સમય અવશ્ય આપો. ધ્યાન લાગે કે ન લાગે એ તમારું ક્ષેત્ર નથી.
શ્રી શિવકૃપાનંદ સ્વામીજી
સંદર્ભ--"આત્મેશ્વર "
Comments
Post a Comment