ગુરુમંત્ર સાધના

        પોતાના આત્માને પ્રસન્ન કરવા માટે આપ પોતાના ગુરુમંત્રનો જપ શ્રી ગુરુશક્તિધામમાં આવીને કરી શકો છો. તો આ ધામ જ ગુરુમંત્રને સિધ્ધ કરીને નિમાૅણ કયુૅં છે. "એક ગુરુવાર" નો સંકલ્પ કર્યો અને "સાત ગુરુવાર" ગુરુમંત્રનો જપ કર્યો છે. આ રીતે આપ પણ એક ગુરુવાર સંકલ્પની પ્રાથૅના કરો અને "સાત ગુરુવાર" આવીને આપ અનુભવ કરો. મને આમાં અનેક સારી સારી અનુભૂતિઓ થઈ છે. ગુરુમંત્ર ફક્ત શબ્દોનો સમૂહ નથી, તેમાં 800 વષૅથી ગુરુશક્તિ વિધ્યમાન છે. આ રીતે આપ પણ 8 ગુરુવારની ગુરુમંત્ર સાધના કરીને પોતાની આત્મશાંતિની મનોકામના પૂણૅ કરી શકો છો. અહીં આ વિશેષ સ્થાનનો લાભ પણ આપણને સાધનામાં મળશે. આને નવરાત્રીના સમયે કરવો અત્યાધિક પ્રભાવશાળી થશે. કારણ, નવરાત્રીમાં જ તેની સ્થાપના પણ થઈ છે. જપમાં સંખ્યાનું મહત્વ નથી, સમયનું મહત્વ નથી,  મહત્વ છે, સ્પષ્ટ મંત્ર ઉચ્ચારણ અને આત્મિક સમપર્ણ ભાવ. આપ જેટલા સરળતાથી કરી શકો, કરો . અને આપ સ્વંય જ અનુભવ કરો.

આધ્યાત્મિક સત્ય 164

Comments